________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મિસાગર સૂરિ. કલ્યાણસાગર સૂરિ. પુણ્યસાગર સૂરિ. ઉદયસાગર સૂરિ. આણંદસાગર સૂરિ.
શાંતિસાગર સૂરિ. આ શાંતિસાગર સૂરિએ અનુક્રમે સં. ૧૮૮૬, ૧૮૮૮, ૧૮૮૩ અને ૧૯૦૫ માં જુદે જુદે સ્થળે બિંબપ્રતિષ્ઠા કરાવી છે. (જુઓ, શિલાલેખ નં. ૭૬૦, ૭૬૮ અને ૭૯૪ (જૈન બીબ્લીઓગ્રાફી, ગેરિને) આવી રીતે સાગરગચ્છ જુદાં જુદાં પાંખીઆંથી આગળ વધ્યો છે. અત્યારે પણ સાગરગચ્છનો પરિવાર મહિમાવાળો જોવામાં આવે છે; તેમજ તપાગચ્છીય સાગર સાધુઓની સાગર શાખા પણ મહિમાવંત જણાય છે તે નીચે પ્રમાણે -
૫૮ શ્રી હીરવિજયસૂરિ. પ૮ સહેજસાગર ઉપાધ્યાય
૬૦ જયસાગર ઉપાધ્યાય૬૧ જિતસાગર ઉપાધ્યાય. કર માનસાગર ગણિ. ૬૭ મયગલ સાગર (મૂળનામ મંગળદાસ, ગામ વીસનગર) ૬૪ પદ્મસાગર (મૂળ નામ પ્રેમચંદ, ગામ અમદાવાદ સ્વર્ગવાસ
૧૮૨૫ અષાડ સુદ ૧૧ મેડતા.) ૬૫ સુજ્ઞાનસાગર (મૂળ ગામ સંગ્રામગઢ, સ્વર્ગવાસ ૧૮૩૮ શ્રાવણ
સુદ ૫)
૧ આમના હાથે ઉદયપુરના સંધે સંવત ૧૮૧૭ વૈશાખ શુદિ ૧૦ ના દિવસે અંજનશલાકા કરાવી હતી, અને ૧૮૧૯ ના મહા સુદી ૫ ના દિવસે શ્રી પદ્મનાભ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. વળી આમણે સંગ્રામગઢથી જીર્ણ ગ્રંથ મંગાવી ઉદયપુરના જ્ઞાન ભંડારની વૃદ્ધિ કરી.
For Private And Personal Use Only