________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે એમ પદવી આપીએ, તે સ્થળે સ્થળે થઈ જાય તેથી તેનું મહાસ્ય ન રહે; માટે તમારી તે વિનતી સ્વીકારી શકાય તેમ નથી!” આથી શાંતિદાસ શેઠને ખોટું લાગ્યું, પરંતુ હૃદયમાં રાજસાગર ગુરૂને સૂરિપદ ગમે તે પ્રયાસે અપાવવાનો નિશ્ચય કર્યો હતો. કેટલાંક વર્ષ પછી ખંભાતના નગરશેઠ અમદાવાદ આવ્યા, અને તેમને શ્રી શાંતિદાસ શેઠે પિતાને ત્યાં રોકી રાખ્યા અને “જ્યાં સુધી પટ્ટધર સરિ કે જે હમણું ખંભાતમાં છે, તેમના તરફથી કોઈ પણ રીતે રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિ ન મંગાવે ત્યાં સુધી તમે અહીંથી ખંભાત નહિ જઈ શકો” એવું શાંતિદાસ શેઠે ખભાતના શેઠને કહ્યું. (આ વખતે શાંતિદાસ શેઠને એટલો બધે આજ્ઞાપ્રભાવ અમદાવાદમાં-બાદશાહની સાથેના સંબંધથી ચાલતો હતો કે તે ગમે તે કરી શકે.) ખંભાતના શેઠે આ વાત પત્રથી ખંભાત જણાવી, અને પત્રમાં જણાવ્યું કે “જે સૂરિશ્રીને વાસક્ષેપ આવશે તોજ છૂટી શકાશે, નહિ તો બધીમાં રહેવું પડશે” ખંભાતમાં તે શેઠની વહુ-શેઠાણી, સૂરિશ્રી પાસે ચુંદડી પહેરી ગઈ અને ગુરૂસ્તુતિ (ગુહલી) કરી એટલે સૂરિશ્રીએ વાસક્ષેપનું ચુંદડી પર લેપન કર્યું અને સૌભાગ્ય ઈચ્છયું. ત્યારે શેઠાણુંએ અમદાવાદ શેઠને રાયા છે તે વાત અને તેનું કારણ જણાવ્યું, અને કહ્યું કે જે આપશ્રી વાસક્ષેપ અને સૂરિમંત્ર રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિદર્શક ચિન્હ તરીકે મોકલાવશે ત” શેઠ ઘેર આવશે અને મારી લાજ-મારૂં સૌભાગ્ય રહેશે ! સૂરિશ્રી (વિજયદેવસૂરિ) એ વાસક્ષેપ સાથે સૂરિમંત્રકિનાચ નમઃ લખી મોકલ્યો, અને શેઠાણુને સભા સમક્ષ “તમારું સૌભાગ્ય અવિચલ રહે, અને જાઓ સુખેથી શેઠને તેડાવો” એવાં વચન કહી ચુંદડી ઓઢાડી. આ રીતે શ્રી રાજસાગર સૂરિપદે સ્થપાયા (સંવત ૧૬૮૬ ના જોઇ માસને શનિવારે ) અને સાગરગચ્છની સ્થાપના થઈ. રાજસાગર સૂરિના પિતાનું નામ રવિદાસ હતું અને માતાનું નામ કેડદે હતું (જુઓ પૃ. ૨૨ પ્રસ્તાવના) અને આજ રાજસાગર સૂરિના ઉપદેશથી શેઠ શાંતિદાસે અગીઆર લાખ રૂપી ધન ખચ્યું હતું. (જુઓ પૃ. ૨૩ પ્રસ્તાવના)
ઉપસંહાર. અહીં શાંતિદાસ શેઠનું વૃત્તાંત પૂરું થાય છે તેમને વશ હજુ સુધી અમીવૃક્ષ પેઠે ચાલુ છે. તેમના પ્રપૌત્ર વખતચંદ શેઠ બહુ નામાંકિત અને
૧ વિજયસેન સૂરિએ સં. ૧૬૭૧ માં ખંભાતમાંજ કાલ કર્યો હતો, જેમના પટ્ટધર વિજયદેવસૂરિ હતા. જેમણે વાસક્ષેપ અને સૂરિમંત્ર આપે.
For Private And Personal Use Only