________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બનાવ્યો છે. આપણે કેટલાક પ્રખ્યાત મુનિઓએ ત્યાં જન્મ લીધો છે, વિહાર કર્યો છે અને અનેક જિનમંદિરે સ્થાપી જૈનધર્મને ઉઘાત ઘણું સરસ રીતે કર્યો છે. આપણું નામાંક્તિ શ્રાવકોએ ત્યાં જન્મ લઈ અનેક સ કાઢી ધર્મપ્રભાવના કરી છે, એટલું જ નહિ પરંતુ આપણું તીર્થોની રક્ષા કરી તેપરના ઘણું હક્કો જેનેને માટે મેળવ્યા છે. આમાંના પ્રધાન આપણું ચરિત્રનાયક શ્રી શાન્તિદાસજી શેઠ છે.
શાંતીદાસ શેઠના પિતાનું નામ સહસકિરણ (સહસ્ત્રકિરણ–સૂર્ય) એ હતું. તેમનો જન્મ ક્યારે થયો, માતાનું નામ શું હતું તે હમણું તો અજ્ઞાત છે.
ચિંતામણી મંત્ર. શ્રીમન વીરપ્રભુની ત્રેપનમી પાટે શ્રી લક્ષ્મિસાગર સૂરિ થયા. તેમને જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદ વદિ બીજ, દિક્ષા સમય સં. ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૮૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયક પદ સં. ૧૫૧૭ માં થયો હતો. તેમના વંશમાં લબ્ધિસાગર ઉપાધ્યાય થયા, તેના બે શિષ્ય નામે મેમસાગર અને મુક્તિસાગર પંડિત થયા, અને ચોમાસું સુરતમાં થયું.
આ સમયે શાંતિદાસ નામે ધનવાન શ્રાવક સુરતમાં રહેતો હતો. પોતે નિઃપુત્ર હોવાથી ગુરૂને એક સમયે તે સંબંધે સહેજ પૂછયું. ત્યારે ગુરૂએ કહ્યું કે “તે માટે ચિંતામણિ નામને મંત્ર છે, તેની સાધના છ માસ સુધી તેના મંત્ર પ્રમાણે કરવી જોઈએ. એક વખત બારહજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરોત્તર પાંચ વખત તેને જાપ જપવો જોઈએ, અને તેમાં
૫, દિપક, બાકુલા વગેરે છ માસ સુધી આહૂતિ આપવી જોઈએ. આમ થયે ધરણરાય પદ્માવતી મનની આશા પૂરે તેમ છે.” આ પરથી શેઠે હા પાડી અને તે માટે મોદીખાનું ભળાવી દીધું.
[નોટ–અહીં જરા કહેવું આવશ્યક છે કે મુનિઓ નિષ્પત્ર્યિહી અને સંસારહેતુના આલંબન નહિ કરનાર હોવા છતાં આ મુનિશ્રીએ આ મંત્ર સાધના કેમ હાથ ધરી હશે?—એવો પ્રશ્ન ઉઠવા સંભવ છે. તે તેનો ઉત્તર એ આપી શકાય કે કંઈ તે સંસાર હેતુ વધે તેવો આશય તેમાં નહિ જ હેવા સંભવ છે, પરંતુ જેનાથી ધર્મને પ્રભાવ ઘણે વધે એવાના સંબંધમાં આની સાધના પ્રયોજવામાં ઉચિતતા જોવાય છે.]
હવે આ મંત્ર સાધતાં તે મંત્ર જે દિવસે પૂરે થાય છે તે જ દિવસે ઝવેરાતના વ્યાપાર અર્થે રાજનગરના આપણુ ચરિત્રનાયક શ્રી શાંતિદાસ શેઠ સુરતમાં
For Private And Personal Use Only