________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થતી બીના ઉપરાંત બીજા સ્થળેથી ઉપલબ્ધ થયેલી સર્વ વિગત મૂકી છે, અને દરેક રાસના કર્તાની બધી વિગત મૂકી છે.
આવા રાસે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે, અને તેવા રાસ ઘણા ભંડારોમાં પડેલા છે, એવું લીંબડી, પાટણ, જેસલમીર આદિ ભંડારેની ટીપ જોતાં માલૂમ પડે છે, તે તેવા ભંડારવાળા આવા રાસો પૂરાં પાડશે તો જૈન ઉપર મહાન ઉપકાર કરશે. હમણાંજ થયેલા પંડિત શ્રી વીર વિજયને “વીરનિર્વાણુ રાસ” અમદાવાદમાં તેમની સ્વર્ગ તીથિએ દરવર્ષે વંચાય છે, અને તેની નકલ મેળવવા ઘણે પ્રયાસ કર્યો, છતાં મળી શકી નથી. આશા છે કે લાગતા વળગતા તે “રાસ” પૂરી પાડી યા છપાવી સને આભારી કરશે. આ પુસ્તક કે જે અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે તે મંડળે આવા અતિહાસિક રાસ સંશોધન કરાવી ગ્રંથરૂપે છપા વી આપવાનું માથે લીધું છે તે માટે ખરેખર તે મંડળને ધન્યવાદ ઘટે છે. | ગમે તેટલી સાવચેતી રાખવા છતાં આમાં અશુદ્ધિ રહી ગઈ છે, અને તે જોઈ શકાય તેટલી શુદ્ધિ કરી આ સાથે “શુદ્ધિ પત્રક" એ મથાળાં નીચે આપી છે તે સુજ્ઞ જને સુધારી વાંચશે એ વિનતી છે. તેમ વળી આ ગ્રથના સંશોધનમાં જે કંઈ ખલન, દેષ આદિ પ્રમાદવશાત બુદ્ધિમતાથી રહેલ હોય તેને માટે વિદજજનેને સુધારવા સૂચના કરવાની વિનંતિ કરી મિથ્યા દુષ્કૃત” ચાહું છું.
મુંબઈ. પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૭ એપ્રિલ ૧૯૧૨.
સંતસેવક મેહનલાલ દલીચંદ શાઈ.
બી. એ. એસ્ એ. બી.
For Private And Personal Use Only