________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે રાસ આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે, તેમાંની કેદની પણ, એક સિવાય બીજી પ્રત ઘણા પ્રયત્નો કર્યા છતાં મળી શકી નથી, તેથી લાચારીએ તેને પ્રકાશમાં મૂકવામાં ફરજ સમજાઈ છે, અને તેથી સંશોધન કરવામાં બહુ મુશ્કેલીઓ સહવી પડી છે.
શ્રી શાંતિદાસ શેઠના રાસની પ્રત અમદાવાદના શેઠ રાજાભાઈ મેહનભાઈની પાસેથી મળી હતી. આ “એકસરસાઈઝ બુક” માં ઉતારેલી હતી; શ્રી સત્યવિજય, કર્પરવિજય, ક્ષમાવિજય, જિનવિજય, અને ઉત્તમવિજય રાસની પ્રતે પાદરાવાળા રા. મોહનલાલ હેમચંદ વકીલ પાસેથી મળી હતી. તે સં. ૬૫ કે તે દરમ્યાન ઉતારેલી છે. આની મૂળ નકલે મને પ્રખ્યાત વક્તા મુનિ શ્રી ચારિત્રવિર્ય મહારાજ પાસેથી માંગરોળ ભંડારમાંથી આવેલી હતી તે જોવાની તક મળી હતી, અને તે ઉપરથીજ ઉપરની નકલો ઉતરાવી હોય એમ લાગે છે, પરંતુ મૂળ નકલ માંગરોળ સંધમાં ઝઘડો હોવાથી તેના ભંડારમાંથી મળી શકી નથી.
શ્રી પદ્મવિજય મહારાજના રાસની નકલ અમદાવાદની વિદ્યાશાળા તરફથી શિલાલેખમાં છપાયેલ પૂજાસંગ્રહમાં આપેલ હતી તે પરથી લેવામાં આવી છે, અને તે પણ ઉક્ત વકીલ રા. મેહનલાલ હેમચંદે મોકલી હતી.
શ્રી લર્મિસાગરસૂરિ, તથા મીસાગરસૂરિના રાસની તથા શ્રી વિજયદેવસૂરિ (સ્વાધ્યાય) ની હસ્ત લિખિત પ્રત મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પાસેથી મળી હતી, અને વિજયાનંદસૂરિની સ્વાધ્યાય તેમજ કલ્યાણવિજય ગણિના રાસની હસ્તલિખિત પ્રત મેં રા. કુંવરજી આણંદજીને લખવાથી તેમણે ભાવનગર સંઘના ભંડારમાંથી મેળવી આપી હતી.
આ રીતે મને જે જે ઉપરોક્ત મુનિ મહારાજ, શ્રાદ્ધવ પાસેથી પ્રતે માટે સહાય મળેલી છે તેથી તેમનો આભાર માનું છું.
આ ગ્રંથ પ્રાચીન ગુજરાતીમાં હોવાથી તેને કંઈક વિશેષ સારા રૂપમાં મૂળ પ્રાચીનતા આબાદ રાખી સંશોધી મૂકેલ છે, અને તેની સાથે તેમાં આવતા પ્રાચીન શબ્દ, પારિભાષિક શબ્દો અને બીજા કઠિન શબ્દોના અર્થોને કેષ આ ગ્રંથને છેવટે મહાપ્રયાસ કરી અક્ષરાનુક્રમમાં આપેલ છે. વિશેષમાં દરે કના ભાગ પાડી વિષયવાર મથાળાં મૂકેલ છે કે જેથી વાંચતાં શું બિના આવે છે તે જાણી શકાય. તેમજ સમુચ્ચયમાં આખા રાસને સાર પ્રસ્તાવ નામાં આપેલ છે, અને તેમાં જે જે ચરિત્રનાયકે છે તે સંબંધી રાસમાંથી
For Private And Personal Use Only