________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) આ રામને કેટલોક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થયેલા
મને કેટલોક ભાગ એવો અશુદ્ધ અને ચિંથરીઓ (Shabby and ragged) છે કે, તેને ફરી છપાવવાની જરૂર છે; માટે આ બધા રાસોનો સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા” અથવા “બહલ્કાવ્યદોહન”ની શૈલીએ “પ્રાચીન જૈનકાવ્યમાળા” અથવા “જૈન કાવ્યદોહન ” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૈરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથો (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મ સેવાને, ગુજરાતી સાહિત્યવૃદ્ધિનો અને ગુજરાતી સાહિત્યને લાભ લેનારા ઉપર ઉપકારનો
અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે. (૧૨) જૈન લેખકે તથા અન્ય લેખકો વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અ
ન્યોન્ય અનુકરણ થતાં, તથા કેવાં હૈખચાર્ય (plagiarism) અથવા
વસ્તુ ચોરી થતાં એ પણ કોઈ કોઈ રાસો ઉપરથી સમજાવા યોગ્ય છે. (૧૩) કેટલાક રાસો તો એકને એક વિષયના હોવા છતાં જુદી જુદી રીતે
જુદા જુદા લેખકવડે જુદા જુદા લખાયલા માલૂમ પડશે. (૧) રાસોની યાદી પરથી ગુજરાતીના શતકવાર જૈન લેખકો સંબંધી ઉલ્લેખ
કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.”
આ રીતે રાસની ઉપગિતા જુદા જુદા દષ્ટિબિંદુથી જોઈ. હવે આ પુસ્તકમાં સમાવેલા રાસો વિષે જોઈએ. કુલ ૧૧ રાસ છે અને ૨ સ્વાધ્યાય (સઝા) છે, તે બધાં કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગે છે તે કાવ્ય તરીકે ખપી શકે તેમ છે. અને તે કામ મધ્યસ્થ કાવ્યવેત્તાઓનું છે. મોટે ભાગે જેને રાસ છે તે કયે ગામ, કેને ત્યાં જન્મ્યા, દીક્ષા ક્યારે અને કેની પાસે લીધી અને તે માટે નિમિત્તરૂપ કંઈક દેશના ભાગ, વિહાર જુદે જુદે સ્થળે કર્યો તે, અને છેવટે સ્વર્ગગમન ક્યારે થયું અને તે માટે તેની માંડવી કેમ રચાઈ, તે વખતે શ્રાવકે કોણ કોણ હતા વિગેરે બાબતો છે અને તેથી થોડી ઘણી રૂક્ષતા, નીરસતા અને નિર્વિવિધતા આવે છે. બાકી ઈતિહાસ માટે તેટલી પણ વિગતો ઘણું કામની છે. ખરે ઈતિહાસ હાલ જેને કહેવામાં આવે છે તેવું તેમાં ન હોય પણ હાલના ઇતિહાસકાર આ રાસોપરથી ઉભવતી વિગ, કૃતિઓ, દેશકાલ વગેરે સંજોગે ભેગાં કરી નવીન શૈલીએ ઈતિહાસ પૂરો પાડી પ્રજા ઉપર ઉપકાર કરી શકે તેમ છે.
For Private And Personal Use Only