________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સખ્યા થાય (જધન્ય સખ્યાત) તે ગણી શકતાં હતાં. તે શાસ્ત્રગામી હતાં. તે એટલાપરથી સમજી શકાશે કે તેમના સમયમાં થયેલ પ`ડિત શ્રી રૂપવિજયજી અને વીરવિજયજી પણ તેમની સાથે ધર્મચર્ચા કરી ખુલાસા તથા સલાહ લેતા એમ કહેવાય છે.
શાસ્ત્રના
કોઈ એમ કહેશે કે સત્યવિજય આદિ રાસ સિવાય બીજા ઐતિહાસિક રાસેા નથી ? તા કહેવાનું કે, છે; પણ ઉપલબ્ધ થયા નથી. શ્રી પદ્મ વિજયના શિષ્ય શ્રી રૂપવિજયજીના રાસ છે, તેમજ વીરવિજયજી પંડિતના વીરનિર્વાણુ રાસ છે કે જે ભાદરવા માસમાં એક દિવસ અમદાવાદમાં તેમનાજ નામથી ઓળખાતા—વીરના ઉપાસરે વંચાય છે, પરંતુ તે ઘણી પ્રેરણા છતાં મળી શક્યા નથી. આ સિવાય તિલકસાગરકૃત રાજસાગર (શાંતિદાસ શેઠના ગુરૂ) સ્વર્ગગમન રાસ ખંભાતના ભડારમાં છે, કનક સાભાગ્યકૃત વિજયદેવસૂરિ રાસ, સધવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ આદિ પાટણના ભંડારમાં અને દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ લીંબડીના ભંડારમાં છે. પ્રતાપસિ ંહ બાબુરાસ ( સાધ્વી ઋદ્ધિશ્રી કૃત ) જેસલમીરમાં છે. પ્રેમવિજય કૃત ધનવિજય પંન્યાસના રાસ ખંભાતમાં છે. હીરવિજયસૂરિના રાસ જુદા જુદા કવિએથી બનાવેલ છે, અને તે અમદાવાદના હેલાના ભંડારમાં, શ્રી દયાવિમલના ભંડારમાં તેમજ ભરૂચના ભડારમાં છે, એટલું જાણી શક્યા છીએ, પરંતુ તે મેળવી શક્યા નથી. કૃપા કરી કાઇ મેળવી આપશે તે તે પ્રગટ કરવામાં અમે બહુ માન સમજીશું અને તેના ઉપકાર માનીશું. હમણાં મુર્શિદાબાદના એક જગતશેઠની માતુશ્રી માણેકદેવીના રાસ ( પાર્શ્વચંદ્ર કૃત ), ત્યાંના જગત્ોના કુટુંબનું વંશવૃક્ષ તથા ટુંક ઈતિહાસ અમાને ઝવેરી રા. રા. મેાહનલાલ મગનલાલના પ્રયાસથી પ્રાપ્ત થયેલ છે. કાઈ એમ વળી પૂછશે કે ગૃહસ્થા અને સાધુઓનાં ભેગાં ચરિત્ર આપવાનું શું કારણ હશે? તા નમ્રતાપૂર્વક નિવેદ્રવાનું કે તીર્થની પ્રભાવના જે તીર્થમાં ગણાય છે તે-ચતુર્વિધ શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીરૂપ સધ છે તેનાથી થાય છે. સાધુઓના ઉપદેશ કાર્ય કરે છે, જ્યારે શ્રાવકાના આદેશ કાર્ય કરે છે. સાધુએ ઉપદેશ સામાન્ય રીતે આપે છે, જ્યારે તે પ્રમાણેનું વર્તન–રાજકાજમાં ભાગ, વ્યવહાર પ્રવૃત્તિ, તીર્થરક્ષા આદિ શ્રાવકા ઉપાડી લે છે, તેથી તેવા ઉપાડી લેનાર અગ્રેસર શ્રાવકે ઉપદેશક સાધુ મહાત્માની સાથે અવશ્ય અગત્યના છે તેથી આપેલ છે. શાસનની શાભા એ બંનેથી છે, અને થશે. પ્રબંધચિંતામણી વગેરેમાં સાધુએ અને શ્રાવકાની હકીકતા ચરિત્રા વગેરે પણ સાથે જોવામાં આવે છે.
For Private And Personal Use Only