________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાવ્યું છે, ( તેમના સંશોધનને મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસી જોયું છે) અને તેઓ પરથી જાણવાગ્ય હકીકત સાથે વિવેચન પણ તેમની પાસે લખાવ્યું છે અને તે પણ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસ્યું છે. અને તે પદ્યમાં જે જે કઠિન શબદે છે તેના અર્થને કોશ પણ તેમની પાસે કરાવ્યો છે, તેથી આ પુસ્તકની અગત્યતા ઘણું વિશેષ થઈ શકી છે તે વાચકે જોઈ શકશે, અને જેવી રીતે જૈનેતરે પિતાના સાહિત્યને પશ્ચિમની સુધરેલી પદ્ધતિ પર પ્રગટ કરે છે, તેવી જ રીતે આ પણ પ્રકટ કરવાનું કેટલાક ભોગે પણ આ મંડળ કરી શકયું છે એ માટે આનંદ થાય છે; પરંતુ તેની સાર્થકતા કેટલે અંશે થઈ છે તે વાચકોને પારખવાનું હોવાથી તે જણાવવાનું અમો તેમને જ શિરે સેપીએ છીએ. અમને અમારા આ પ્રયત્નથી સાર્થકતાની સાક્ષી સુજ્ઞ વાચકવર્ગ તરફથી મળશે, તે અમારા આવા બીજા પ્રયત્નોમાં અમને અચૂક પ્રેરણામય ઉત્સાહ રહેશે, અને તેથી તે બીજા પ્રયત્ન પણ સારી રીતે સધનપૂર્વક નવીન પદ્ધતિસર કરી શકાશે.
હવે કેટલીક બીજી બાબત પર આવીએ. કેઈએમ કહેશે કે અમદાવાદમાં જાણવા યોગ્ય શાંતિદાસ શેઠ અને તેના કુટુંબ સિવાય શું નથી?તો તેના જવાબમાં કહીશું કે શાંતિદાસ શેઠે અને તેમના વંશજોએ જે ભાગ અમદાવાદમાં ભજવ્યો છે તે જવલંત, ઉગ્રપ્રતાપી, અને મહિમાવતો ભાગ બીજા કોઈ કુટુંબે ભજવ્યો હોય એવું અમારી જાણમાં નથી. પરંતુ એટલું કહેવું પડશે કે શેઠ હેમાભાઇના સમયમાં શેઠ હઠીસિંગ શેઠ મહા પ્રભાવક થઈ ગયા છે; અને તેણે શાસનપ્રભાવના અર્થે અમદાવાદમાં ભવ્યમાં ભવ્ય દહેરાસર તથા બીજા કાર્યોમાં પુષ્કળ દ્રવ્ય ખચ્યું છે, તેનું ચરિત્ર જાણવા જેવું છે અને તે અમે બનતાં સુધી ગ્રન્થના બીજા પુષ્પમાં પ્રકટ કરી શકીશું. વિદત્તાની દષ્ટિએ જોઈએ તો એવી એક જનકથા પરથી કહીએ છીએ કે કઈ “કાકીમા કરીને શાસ્ત્રનિપુણ વિદુષી હતાં. તેમનું પૂરું નામ મળતું નથી. તેમની પાસેથી ત્રણ જણુએ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતો. ૧ ત્રિકમદાસ (શેઠ મગનભાઇ કરમચંદના બનેવી), ૨ જોઈતારામ મેંદી (કે જે ટેલીવાલાને નામે પ્રખ્યાત છે) તથા ૩. સુરજબાઈ. આમાં સુરજબાઈ સંબંધી એટલું જાણવામાં આવ્યું છે કે તે પણ ઘણું વિદુષી બાઈ હતાં. તેમની પાસેથી ૧૦-૧૫ ગુરૂજીએ સારી રીતે ભણેલ છે; અને તેઓ રાસ વાંચતાં તે એવો રસજરિત વાંચતાં કે ત્રણસો સ્ત્રીઓનું ટોળું શ્રોતાજન થતું. ક્ષેત્રસમાસાદિ ગણિતાનુગમાં એટલી બધી કુશળતા હતી કે, તેઓ એકડા પર ૧૮૦ મીડાં ચડે ને જેટલી
For Private And Personal Use Only