SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ળવાથી તેમના રાસ આપેલ છે, અને તેમના વંશપરંપરામાં થયેલ તેમના શિષ્ય શ્રી કપૂરવિજય, તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય, તેમના શિષ્ય શ્રી જિનવિજય, તેમના શિષ્ય શ્રી ઉત્તમવિજય, અને તેમના શિષ્ય શ્રી પદ્મવિજય—એ સર્વના રાસ ભાગ્યવશાત પ્રાપ્ત થવાથી આ પુસ્તકમાં આપ્યા છે; શાંતિદાસની વશપરંપરા જેમ વધી અને હાલ વિદ્યમાન છે તેમ શ્રી સત્યવિજયજીની વંશપરપરા તેની સાથેજ વધી હાલ વિદ્યમાન છે, તેથી એક ખીજાને અતલગ સંબંધ રહ્યા છે. વિજયદેવસૂરિ પણ શાંતિદાસ શેઠના સમય આસપાસ થયેલ છે, તેમજ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ, કલ્યાણુવિજય ગણિ, તેમજ શ્રી નેમિસાગરસૂરિ પણ તેજ સમયમાં લગભગ થયેલ છે તેથી તેમના રાસ, સઝાય ઉપલબ્ધ થવાથી તે પણ અત્ર મૂકવા ઉચિત ધાર્યો છે. આમ જૈન ઐતિહાસિક સત્પુરૂષોનાં જીવનચરિત્ર જેવાં પ્રાપ્ત થયાં તેવા સ્વરૂપમાં મૂક્યાં છે, અને તે પરથી લેવાના એધ, તે વખતની સ્થિતિ, સંધબંધારણુ, સંપ, આદિ અનેક વિગતે આપણને મળી શકે છે. જેનામાં પતિહાસની પૂરી ખાટ છે અને તે ઇતિહાસ એક શૃંખલાબદ્ધ લખાતાં ધા સમય જોઇશે, પરંતુ તે સમય જો દૂર હોય છતાં તે પ્રાપ્ત કરવા માટે જે જે ખૂટતાં પ્રકરણા છે તે આવા આવા પ્રયાસથી પૂરાશે અને તે સમય વહેલા પ્રાપ્ત કરાશે. આવાં કારણેાને લઇને આ પુસ્તકનુ નામ “જૈન ઐતિહાસિક ગ્રંથમાલા પુષ્પ-૧” એવું રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉપર્યુક્ત પુરૂષોના એક સાથે સમાવેશ કરવામાં આવ્યા છે. અમારાથી એક ચરિત્ર ખીજા ચરિત્રથી જુદું કરાયું નથી. દાખલા તરીકે શાંતિદાસ શેનું ચરિત્ર ખીજા ચરિત્રાથી અલગ નથી રાખી શકાયું, તેનું કારણ એ છે કે, દરેક ચરિત્રને દરેક ચરિત્ર સાથે શૃંખલાશ્રેણીથી જોઇએ તે સંબંધ છે. તેા તે સબંધ અવશ્ય જાળવવા માટે ચરિત્રા એકત્રિત આપવાં આવસ્યક છે, હજી પણ જેમ જેમ વિશેષ ઐતિહાસિક ચરિત્રા ઉપલબ્ધ થાય તેમ તેમ તેને આ ભડળે પ્રસિદ્ધ કરવાં એવી જે ઉપયાગી સૂચના ા. રા. માહનલાલ ઢલીચંદ દેશાએ આની સાથે જોડેલ નિવેદન-પ્રસ્તાવનાના અંતે પૃ. ૬૯૭૦ પર કરેલી છે તે આ મંડળ ધણા આન'થી સ્વીકારશે એવી ખાત્રી આપીએ છીએ, તેા જે જે પુરૂષષ તેવાં ચિત્રા ઉપલબ્ધ કરાવી આપશે તે તે પુરૂ ષોને ધન્યવાદ આપીશું અને તેથી આવા બીજા ભાગા પ્રગટ થતાં તે પણ સમાજ પરના ઉપકારના ભાગી થશે. ઉપર્યુક્ત રાસે। અને સઝાય પદ્યમાં છે, અને તેનું સંશાધન અમે રા. રા. માહનલાલ ઢલીચંદ દેશાઈ ખી.એ. એક્ એ. બી. પાસે ખાસ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy