________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ન નં ૨૬.
પાલીતાણા તા. ૧૧ અપ્રેલ સને ૧૮૮૨. શેઠળ શ્રી ૫ શેઠ સરૂપચંદ મુળચંદ જવેરી સુરત. વિનંતી વીશેશ કે આપણું પવીત્ર શેત્રુજા ડુંગરે આવનાર પ્રદેશી શ્રાવક યાત્રાળુની હાલમાં જે ગણત્રી ચાલે છે, તથા તેઓ પાસેથી મહેરબાન કર્નલ કીટીંગ સાહેબના ઠરાવ મુજબ રક્ષણય કર તરીકે રૂ. ૨) પ્રમાણે લેવાય છે જે બાબત આપણુ અરજ નામદાર સરકારમાં જારી છે.
ઉપર પ્રમાણે હાલ જે કર લેવાય છે તે મરહુમ શેઠળ શ્રી શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા નામદાર સરકારનો ઠરાવ છે. જેથી જેઓ મજકુર શેઠજી શાંતિદાસના વંશજોને દાવ રાખતા હોય, તેમણે તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨ થી માસ ત્રણના અંદર વંશાવલીની ખરી નકલ સાથે કાઠીઆવાડ, ગેહલવાડ પ્રાંતના મહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરના હજુર હકીકત–લખીતવાર જાહેર કરવી, મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહિ.
સદરહુ મતલબનું કાઠીઆવાડ એજંસી ગેઝેટમાં જાહેરનામું કાઢી તે બાબતના લાગતા વળગતાઓને ખબર આપવા, સાહેબમહેરબાને તા. ૨૮ માર્ચ સને ૧૮૮૨ ના શેરાથી અમને ફરમાવેલ છે, અને અમારા સંભળવામાં આવ્યું છે કે આપ અને બીજા કેટલાક ગ્રહ શેઠજી શ્રી શાંતીદાસના વંશવાલા છે. તેથી તસ્દી આપવી જરૂર થાય છે કે જે મજકુર વંશમાં હોવાને-આપ અગર આપના જાણવામાં હોય તેવા હરકોઈ સખસદાવો રાખતા હોય, તે તેમણે ઉપરની મુદતની અંદર પિતાના દીવા દાખલ કરવા. મુદત વીતે સાંભળવામાં નહી આવે.
એજનની ગેઝેટમાં છપાએલ જાહેરનામાની નકલ પણ આ લગત આપને વાંચવા માટે મોકલી છે. સીવાય ધર્મસ્નેહ છે તેથી વિશેશ રાખશે આ તરફનું કામકાજ લખાવશે. એજ વીનંતી.
સેવક, નેપાલજી (2) હેમચંદજી શેઠ આણંદજી કલ્યાણજી.
For Private And Personal Use Only