SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાઇ .| જાહેર ખબર. આ જાહેર ખબર ઉપરથી સર્વને ખબર આપવામાં આવે છે કે શેત્રુજા ડુંગર ઉપર જનારા શ્રાવક જાત્રાળુ પાસેથી સ્વસ્થાન પાલીટાણું તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા સરકારને ઠરાવ છે, માટે જેઓ મજકુર શેઠ શાંતીદાસના વંશજો થવાને દા રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નકલ સાથે અમારી હજુરમાં પિતાની હકીક્ત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહીં. તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨. એચ, એલ, નટ, મેજર આકટીંગ ફર્સ્ટ આસીસ્ટંટ, પિોલીટીકલ એજન્ટ. પ્રાંત ગોહેલવાડ. નિષ્ઠ નં. ૭. ગેહલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરની હજુરમાં, હું નીચે સહી કરનાર શેઠ સરૂપચંદ મુલચંદ રહેવાસી સુરત મધે ગોપીપરામાં કાચ મોહાલામાંનાની અરજ એ છે જે. શેઠ શાંતીદાસના વંશજોની હકીકતમાં આપ નામદાર સાહેબ તરફની તા. ૨૭ માર) સને ૧૮૮૨ ના રોજની જાહેર ખબર તા. ૬ અપરેલ સને ૧૮૮૨ ના એજંસી ગેઝેટમાં પ્રસિદ્ધ થએલી છે, તે ફરમાન મુજબ હમારું પહેડીનામું આ સાથે રજુ રાખ્યું છે. જે જોવાથી આપ સાહેબની નીઘામાં આવશે કે મરહુમ શેઠ શાંતીદાસના પાંચ દીકરા પૈકી ચોથા દીકરા શેઠ માણેકચંદ, તેમના દીકરા શેઠ કેસરીસંગ, તેમના બે દીકરા પૈકી શેઠ અજ. રાલસંગ, તેમના દીકરા શેઠ દીપચંદશા, તેમના દીકરા શેઠ મુલચંદ મારા પીતાજી થાય છે. સબબ આ સાથેના પેહેડીનામામાં લખેલ સખસો શેઠ શાંતીદાસના વંશજે છે એથી આપની ખાતરી થશે. એજ અરજ. તા. ૧૨ મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત. શેઠ સરૂપચંદ મુલચંદ સહી દા, પોતે, For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy