________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ ૩ જી.
રાગ મહાર. ગુરૂને મેઘની ઉપમા નેમિસાગર ઉવઝાય ગુમાસે આવિયા રે,
રાધનપુર ધન્ય ધન્ય કે લોક સભાગીઆરે; ધર્મધુરંધર ધીર કે શ્રાવક શ્રાવિકારે,
જંગમ તીરથ જાણી મને અતિ ભાવિકારે. ૪૭ આ શ્રી વિષ્ણાય કે અભિનવ મેહલુંરે,
વાણી સુધારસ સાર કે વરસે અભિનવુંરે; ગાજે જ્ઞાન ગંભીર દયાજલ સપૂરીએ રે,
- જગમાંહિ જે મિથ્યાત્વ જવાસો ચૂરીએ રે. ૪૮ સમકિત ભૂમિ વિશાલ રસાલી હુઈ ઘણી રે,
ભય ભરશે સવિ પાપ કે દાવાનલ તણેરે, દ્વાદશ ભેદ ઉદાર મહાતપ દામિની રે,
શ્રાવક મેર ચકેર કરે દિન પયામિનીરે. ૪૯ બાર વત ગુણવેલિ કે નવપલ્લવ કરે, -
ભવિયણ ચિત્ત તલાવ કે ઉપશમ રસ ભરે; કિયા તટિની પૂરે પ્રવાહે તે વહેરે,
ધર્મધ્યાન બહુ માન કુટુંબી ગહગહેરે. ૫૦ વધે સાતે ક્ષેત્ર સદાએ સુંદરૂપે,
કરે પુણ્ય સુકાલ મહામહિમા ધરે, ટાલે તાપ કષાય નરકગતિ ગાલવેરે;
આણી રાગ મલ્હાર ચતુર નર આલવેરે. ૫૧ ઝુંડ માંડે વૈરાગ્ય ધમંડ કરી ઘણુંરે, | સુવિહ ચાત સંયમ મને રથ તેહ તણું; પૂરે મુનિવર મેહ સનેહ, વધે ઘણેરે,
સેવક જન સાલુર કે જીવન તેહ તણુંરે. પર ૧ નો. ૨ વરસાદ. ૩ બાર જાતનાં તપ છે. બાહ્ય અને છ અત્યં. તર. ૪ વીજળી. ૫ રાત્રિ. ૬ નદી,
For Private And Personal Use Only