________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ અડાવિશ દિવસ લગી, આરાધના કરી સાર; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની, આદર કરી અપાર. ચૈત્ર સુદી ચેાથે કરી, અશનાદિક ચઉ ત્યાગ; સુંદર ઉપગે ધરે, શુભ પરિણતિ મહાભાગ. પડિકમણું સંધ્યા તણું, કરી રહ્યા જબ આપ; ક્ષણ અને સુરપદ લા, સુણતાં નવ પદ જાપ. ૫
ઢાલ ૧૨ મી. શાક, ગિરૂઆ ગુણ ગુરૂજી તણું મુઝ સાંભરે, હિયડલા માંહે, ગુણવતા કિમ વિસરે, કર્યા બહુ ઉપગાર ઉછાહેર. ગિરૂ. ૧ દિલગીરી ઘણું સંઘને, નયણે વલી આંસુધાર; ઉપગારી એહવા ગુરૂ, સહુ પંડિતમાં શીરદારરે. ગિરૂ. ૨ શાંત દાંત જ્ઞાની ગુણી, વલી શુદ્ધ પ્રરૂપક વાણું, એહવા ગુરૂ કિમ વિસરે, જે ગુણ ગણ રયણની ખામરે. ગિ. ૩ ઉચિત કરણી સેવી આદરે, જરકસી કરી માંડવી ખાસીરે, રૂપાનાણે પુજણ, ઘણું કરતા ચિત્રવિપાસી રે. કર્યો સંસ્કાર તે દેહને, કરી નિવણમહોત્સવ ભારી, જાલ છોડાવી 'મછની, તિમ પાખી પલાવી સારીરે. ગિ. ગુણ સંભારૂં કેટલા, જિણે ધર્મદાન મુઝ દીધેરે, રાંક ભણી રાજા કર્યો, માર્ગ કો ઉભય ભય સીધેરે. ગિ. ૬ સુવિચક્ષણ લક્ષણ ભર્યા, જે અહનીશ શાસ્ત્ર અભ્યાસીરે; જિનશાસન દઢતા કરી, જિણે આગમ યુક્તિ પ્રકાશીરે. ગિ. વધમાન ગુણ જેહના, જે જ્યોતિ રૂપ નિત્ય ધ્યાવેરે. દેવ સદા અરિહંતની, જે આણુ અમીરસ પાવેરે. તેરવાર વિમલાચલે, કરી યાત્રા ચઢતે રગેરે. શ્રી ગીરનારે જાત્રા, કરી. ત્રણ વાર ઉછરંગેરે. નવાનગરપુર બંદરે, વેલાવલ પાટણું ભેટારે, ઉભી સોરઠ જાત્રા કરી, પાપ સંતાપ તે મેટયારે. એકવિશ વાર સખેસરે, કર્યું દર્શન ત્રિકરણે પેરે. ત્રણવાર ગોહે પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પસેરે. શિ. ૧૧
૧. માછલાંની. ૨. મન, વચન, અને શરીરથી.
For Private And Personal Use Only