________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
હું
કાવી તીરથ ભેટતાં, આણંદ અંગ ન માયા રે, જબૂસર નગરે જઈ પદ્મપ્રભુ ગુણ ગાયા રે. ભરૂચથી મુનિસુવ્રત નમી, સુરત પેરે સરજાવે રે; સંઘ સકલ સન્મુખ તદા, ગાજત વાજતે આવે રે. અતિ માટે આડંબરે, ઉપાસરે પધરાવે રે; તવ ગોરી કરે ગુહલી, મોતીડે વધાવે રે. ભેટે પાસ ધરમ સદા, કરે આગમ ગ્રંથ અભ્યાસે રે; સંઘ તણી અનુમતે રહ્યા, સંવત આસીએ ચોમાસું છે. વિ. ૭ પર્વ પજુસણ આવીઆ, ગુરૂ ભાખે મધુરી વાણી રે;
અમાર પળા ભવિજના, મુકાવે જલચલ પ્રાણી રે. વિ. ૮ નવ વખાણ સુણે કલ્પના, જિનવર પૂજા વિરચાવે રે, સ્વામી ભગતિ પ્રભાવના, ગુરૂને જસ દશ દીશે ગાવે રે. વિ. ૯ સુરત સંઘ રાગી ઘણે, કહે બીજે કરે ચોમાસું રે; ગુરૂ કહે મુનિ મારગ નહીં, તિણે અમે વિહાર કરેઢું રે વિ. ૧૦ વ્રત પચખાણ થયાં ઘણું, વલી ઉછવના બહુ ઠાઠો રે. માણેકચંદ આગ્રહ થકી, રહ્યા વાડીમાં દિન આઠો રે. વિ. ૧૧ સ્વામી વહેલા પધારજો, અમ ઉપર કરી સુપસાથે રે; ચાતક મેહ તણી પેરે, તુમ વિરહો છે દુખદાયે રે. વિ. ૧૨ ગુણવંત ગરીબનિવાજ છે, તમે સેવક સનમુખ જે રે; એકવાર કિરપા કરી, સામી સુરત પાવન કરજે રે. વિ. ઈણી પેરે અરજ ઘણી કરી, પાછા વળતાં દુઃખ પાવે રે, ગ્રામ નગરપુર વિચરતા, ગુરૂજી જબુસર આવે રે. વિ. એહ ચેમાસું ઈહાં કરે, એમ શ્રાવક કરે અરદાશે રે; ગુરૂએ પણ માની વિનતિ, તવ પામે બહુ ઉલ્લાસે રે. વિ. ૧૫
- દુહા, શ્રી ખીમાવિજય ગુરૂ કહણથી, શ્રી જિનવિજય પન્યાસ; રાજનગર પધારીઆ, સંઘની પુગી આસ. હવે ગુરૂરાજને વિનતિ, લખે સંઘ સમુદાય; રાજનગર પધારીએ, તુમ વિરહ ન ખમાય. ૧ અમારિ પડહ-એટલે કોઈ જીવ ન મારે તે પડો વજડાવો.
For Private And Personal Use Only