________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
રાજનગરને પરિસરે હોકે, આવ્યા એટલે, સંઘ હરખે આવે હોકે, સન્મુખ તેટલે; ગીત વાજીત્ર વાજે હોકે, પધરાવે રગે, પરભાવના કરતા હોકે, પૂજા નવ અંગે. ઉત્તમ વસ્તિ બહાકે, બેઠા મેઘ પેરે, વરસે વયણે હોકે, જિનનાં પેરે પરે; ભવિજન ચિત્તભૂમિ હોકે, શિતલ હોઈ અંતે, અનંતાનુબંધી હોકે, તાપ ન રહે રતિ. તત્ત્વ પ્રતીતિ હોકે, બીજા થાનકરે, સદાચાર અંકુરા હોકે, બાહિર નીસરે; દેશ સરવથી વિરતિ હોકે, સુંદર ફલ ભણું, અનુક્રમે રસતા હોકે, કરમરહિતપણું. એમ ગુરૂરાજે હોકે, રાજનગર માંહે, ભવિજન પ્રણમે હાકે, નિત નિત ઉછાહે; બહુ જન ઉચરીયા હેકે, બાર વિરતિ ભાવે, શ્રાવક શ્રાવિકા હોકે, ગુણ ગાવે. ઉપધાન વહીને હોકે, માલા પહેરતા, પરમભાવને પુજા હોકે, શ્રદ્ધાએ કરતા; ઈમ જિનશાસન હેકે, શેલે દેખાતા, ઉપગાર ગુરૂના હોકે, ચિત્તમાં ભાવતા. વૃદ્ધ ગુરૂની આણ હોકે, ગુરૂજી શીર વહે, માંડવીની પલ છે કે, મારું રહે, ગુરૂભાઈ ચેલા હેકે, વિનય ઘણે કરે, ગુણવંતા મુનિવર હેકે, ઉત્તમ પદ વરે.
" ઢાળ ૯ મી.
(હે મતવાલે સાજનાં-એ દેશી.) વિહાર કરે ગુરૂ રાજીઆ, શ્રી ખિમાવિજય ગુરૂ સાધે રે, દક્ષિણ દીશે પાવન કરે, લક્ષણ લક્ષિત હાથ રે. ગામ નગર પ્રભુ યાત્રા, કરતા જાય ખંભાતે રે; સુખસાગર પ્રભુ નિરખતાં, હરખે સાતે થાત રે. બીજાં પણ જિનવર ઘણાં, તિહાં જગગુરૂ દીઠા રે, પૂજા ભગતી જાઈએ ઘણું, ખંભાયતી લાગા મીઠા રે. વિ. ૩
હે
For Private And Personal Use Only