________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
શ્રી જિનવિજયજી નિર્વાણ રાસ.
કમલમુખી શ્રુતદેવતા, પૂરે મુજ મુખવાસ; ગુણદાયક ગુરૂ ગાવતાં, હાય સફલ પ્રયાસ. સીમંધર પ્રમુખ સવે, વિચરંતા ભગવાન; . ચરણકમલ તસ પ્રણમતાં, વાધે ઉત્તમ ધ્યાન. શાસનનાયક જગપતિ, વંદુ વીર જિર્ણદ; ગૌતમ પ્રમુખ જસ હુવા, ચાર હજાર મુણિંદ. સિદ્ધ બુદ્ધિ શ્રી શાંતિનાથ, વાસુપૂજ્ય સુખદાવ; તાસ પસાયે ગુરૂતણે, કહું નિર્વાણ બનાવ. પામે કારજ સિદ્ધતા, જે હોયે કારણ ગ; તિમ મુજ આતમ સંપદા, પ્રગટે ગુરૂગ. ૫ વિનય વધે ગુરૂ સંગ તે, વિનયે જ્ઞાન પ્રકાશ જ્ઞાને થિરતા ચરણમાં, ચરણે શિવપુર વાસ. ૬ વિષમ કાલમાં વિસ્તરી, કીર્તિ કામિની જસ; સંવેગી ગુણનિધિ હુઆ, સત્યવિજય પંન્યાસ. ૭ તસ અંતેવાસી ભલા, કર્પરવિજય ગુરૂ સાર; ક્ષમાવિજય તસ પાટવી, ક્ષમા તણે ભંડાર. તસ આસન શોભાવીઓ, કરતાં શ્રત અભ્યાસ; દેશ નગર જશ વિસ્તર્યો, વિહાર કરતાં જાસ. ૯ તે ગુરૂ કિણ નગરે હુઆ, કિમ પામ્યા વૈરાગ્ય; કિમ સંસાર અસારતા, જાણ કીધો ત્યાગ. કિમ બહુ શિષ્ય નિપાઈયા, કિમ બહુ શ્રુતતા કીધ; કિણી રે દેવગત થયા, ઉત્તમ પદવી લીધ. ૧૧ તે જિનવિજય સુગુરૂ તણે, કહું સઘળે વિરતંત. સાવધાન થઈ સાંભ, આણી હરખ અત્યંત. ૧૨ * વૃત્તાંત.
For Private And Personal Use Only