________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
બાવીસ પરીસહ ઝીંપવા, લુંચન કરે છે સીસ, 'ઉભરાણે પાયે ચાલ, સમતા ધરવી નીશ દીસ. મા. ૬. વલી તપ કરવા છે આકરા, કરે નહી કેઈ ઉપચાર; ભરીવા છે વેલુ કઉ લૂયા, એહ નિરસે વ્રતભાર. મા. ૭. તું બાલે ભેલો નાન્હડે. સમજે નહીં કાંઈ લગાર; મન માને તીમ કરજે પછી, પરણે વહાલા એક વાર. મા. ૮. સુખ ભગવાઉં સંસારનું, પૂરવી મુજ મનની આસ; સુત થાયે વ્રત લેજે પછે, મનમાંહે જોઈ વિમાસ. મા. ૯. એ મંદિર તુજ વિણ કારમે, તુજ વિના એ પરીવાર; તુજ વિણ એ ધન શ્યા કામનું, તુજ વિના સુને સંસાર. મા. ૧૦. ઈમ માય વિલાપ કીધા ઘણા, નેહે ઢું ન કહાય; નેહ મન આકુલ વ્યાકુલે, જિનહર્ષ સહુને થાય. મા. ૧૧.
વલતે માતાને કહે, વચન ઈમ શિવરાજ; વ્રત દુષ્કર કહેતાં થકાં, તુમને નાવે લાજ. દુષ્કર દુખ સંસારનાં, જામણ મરણ અનંત, સંયમથી સુખ પામીએ, તે કીમ દુખ કહેત. ૨. કાયરને સહુ દેહીલું, શૂરાને સહુ સુગમ; ભવદુખથી હું ઉમગ, લેસ્ય સહ સંયમ. ૩, મેં મનમાંહે જાણુઉં, પાશ એહ ઘરવાસ; એહમાં ન પડું માતજી! જે કોડી કરે ખાસ. ૪.
. હાલ ૨ જી. (મતી ધાને હમારે, સાહીબા ! મોતી –એ દેશી) માય બાપને બહુ દુખ વ્યાપે, રૂદન કરતાં અનુમતિ આપે; નાનકડા કહે માને હમારે, બાલુડા કો માને છે હમારે; કો હમારે ન કરે નાન્હા, તે તુજ માત પિતા અમે શાનાં? ના. ૧ માતપિતાને કહ્યા કરી છે, તે લંકા માંહી દીક્ષા લીજે. ના. આચારજ આપણું તેડવું, ઉછવ કરીને વ્રત લેવરાવું. ના. ૨
૧ ઉઘાડે. ૨ જન્મ. ૩ જાળ-બંધન. ૪ લંકા-ઢુંઢીઆસ્થાનકવાસી.
For Private And Personal Use Only