________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાચરડા ગામ તેમને આપ્યું હતું. આ ગામની અમુક રકમ ખોડાં ઢેરના અર્થે કાઢેલી છે, અને તે ગામ હાલ તેમના વંશજોના તાબામાં છે. કાઠિયાવાડના રજવાડાની અંગ્રેજ સરકાર સાથેની ખંડણ–તેમના પિતાના વખતની–ઠે બાંધી આપી હતી. વેપાર-ઝવેરાતને મૂળ ધધો હતો. હેમાભાઈ શેઠના કુટુમ્બનું રખોપું પાલીતાણાની યાત્રામાં લેવાય નહિ, એ હજુ સુધી ઠરાવ છે.
શેઠના કુટુમ્બમાં પણ ઘણો સારો સંપ હતો, અને લક્ષ્મીનો વાસ પુરતો હતો. તેમના વખતમાં પોતાના કુટુંબનાં સાં માણસે એક પંક્તિએ બેસીને જમતા હતા, અને અમદાવાદની વસ્તી તેમને પૂર્ણ રીતે ચાહતી અને પૂરું માન આપતી હતી. મોટા મોટા શાહુકારો અને રાજાઓને એકી વખતે નાણાં ધીરી સહાય આપતા હતા, તેથી તેઓ “જગત શેઠની ઉપમા પામ્યા હતા. તેઓએ ઘણુ રાજાઓના સજ્યકુટુમ્બ અંદરના કલેશ અને મોટા મોટા મહાજનમાં પડેલા ટાઓ અને વિક્ષેપ મટાડ્યા હતા. આ દાલતોમાં દશ વર્ષે જે દાવાને નિકાલ થતો નહતો તેને એક ઘડીમાં નિકાલ લાવી શકતા હતા. ઉભય પક્ષ વચ્ચે તેમને એવો પ્રભાવ પડતો હતો કે તેમનું વચન રાજા કે પ્રજા કાઈથી ઉથાપી શકાતું નહિ. શેઠ હમાભાઈને રૂપાની છડી બાદશાહી વખતથી વંશપરંપરાએ મળી હતી.
આવી રીતે તેમનું ટુંક જીવનચરિત્ર છે અને તે પરથી હેમાભાઈ શેઠમાં દયાળુતા, પરોપકારવૃત્તિ, જનસેવા, ધર્મસેવા, સંપ, પ્રેમ, વ્યાપારદક્ષતા, રાજ્યકાર્યકુશલતા, જમાનાનું જ્ઞાન આદિ અનેક સદગુણે હતા એ સ્પષ્ટ સમજી શકાય છે. આ નરરત્ન તારશેઠ સંવત ૧૮૧૪ ના મહા સુદ ૧૧ ને સેમવારને રોજ ૭૩ વર્ષની વયે દેહ છોડી સ્વર્ગવાસ પામ્યા. સદગત થતાં પહેલાં છ માસ અગાઉ પિતાના કુટુંબમાં સર્વને મજીયાણું વહેંચી આપીને ભવિષ્યમાં કલેશ થવાનો સંભવ ન રહે એવી પક્કી વ્યવસ્થા કરી ગયા હતા. આ ધમીંછ આત્મા અમરસુખમાં હે !!
આમના મરણની ખબર બધે પ્રસરી તેથી લેકે શોકમાં ગમગીન શમા હતા. દેશાવરમાં તેમજ અમદાવાદમાં-ઘણે સ્થળે હડતાલ પાડવામાં આવી હતી. આ શેઠની ઉદારતા અને અક્ષય કીતિ ગુજરાતમાં સદાકાલને માટે અમર રહેશે. છેવટે કવિ દલપતરામ આ શેઠ સંબંધી, જે ઉદગારો કહાડે છે અને તેનું વર્ણન કરે છે તે આપીશંક
For Private And Personal Use Only