________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
એ છનું જિનવર ગુણગ્રામ, પ્રભાત સમય નીત લીજે નામ; હવે બીજે મંગળક એ સાર, પુંડરીક આદે ગણધાર. ચરમ તીર્થંકર એ પ્રધાન, શ્રી યમ “લચ્છિ નિધાન; સૂત્ર સિદ્ધાંતમાં સંખ્યા એહ, ચાદસે બાવન ગુણગેહ. ત્રીજા મંગળકમાં નિગ્રંથ, ધર્મ તણા જે સાધે પથ; સત્તર ભેદ સંજમના પાળ, પરિષહ સહે મુનિ થઈ ઉજમાળ. જ્ઞાન સહિત ક્રિયા કરે રંગ, સત્તાવીશ ગુણ ધરીઆ અંગ; વિષય કષાય તણે પરિહાર, દેષરહિત લીએ શુદ્ધ આહાર. બેસી કનકકમલ વિચાલ, આગમ વયણ વદે કૃપાળ; જંગમ તીરથ કહીએ એહ, પર ઉપગાર રવિ શશિ મેહ. એહવા શુરૂ સે થઈ સાવધાન, તારણુતરણ જહાજ સમાન; અઢી દ્વીપમાં જે અણગાર, સ્થલિભદ્ર આદે તેહ સંભાળ. મંગલીક ચોથે જિનધર્મ, તેહથી ક્ષય થાય અષ્ટકરમ, ધર્મ તણા એ ચાર પ્રકાર, દાનશીલ તપ ભાવના સાર. જૈનધર્મને મહિમા ઘણે, સંક્ષેપે કહેશું ભવી સુણે; ધર્મથકી હેયે નવે નિધાન, ધરમથકી લહીએ બહુ માન. ધરમથકી સજ્જન સંગ, ધરમ થકી લહીએ બહુ ભેગ; ધરમથકી સવિ આરતિ ટળે, ધરમથકી મનવંછિત ફળે. ધરમથકી લખમી અપાર, ધરમથકી ઘર રૂડી નાર; ધરમથકી સઘળે જય વરે, ધરમથકી ચિંતે તે કરે. ધરમથકી કીત વિસ્તરે, ધરમથકી આઠે ભય હરે; ધરમથકી વેરી વશ હોય, ધરમથક સુખીયા સહુ કેય. ધરમથકી સુરનર કરે સેવ, ધરમથકી મંગળ નિતમેવ; ધરમથકી સેના ચતુરંગ, ધરમથકી મંદિર ૪ઉત્તગ. ધરમથકી માનવ અવતાર, ધરમ થકી ઉત્તમ ફળ સાર; ધરમથકી કાયા નીરે, ધરમથકી સહુ ગુરૂ સંગ. ધરમથકી લહે લીલવિલાસ, ધરમથકી શિવ સુખ હોય ખાસ; ધરમથકી તિર્થંકર હોય, શ્રી સિદ્ધાંત સંભાળી જોય.
૧ ગૌતમ. ૨ લક્ષ્મિને ભંડાર. ૩ આર્તિ–પીડા. ૪ ઉચા.
૧૭
For Private And Personal Use Only