________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગુભાઇના દલપતભાઈ થયા કે જેના નામની–દલપતભાઈ ભગુભાઈની પેઢી અત્યારે જબરી ચાલે છે. દલપતભાઇના ત્રણ પુત્ર થયા. (૧) લાલભાઈ (૨) મણિભાઈ; અને (૩) જગાભાઈ. આમાં લાલભાઇ શેઠને અંગ્રેજ સરકાર તરફથી 'સરદાર' ને ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને જન્મ સં. ૧૯૧૮ માં થયો હતો. તેઓ આણંદજી કલ્યાણજીની આપણું મહાન પેઢીના પ્રમુખ હતા. જૈન શ્વેતાંબર કેન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા, અને તેમણે આજ વર્ષમાં (સં. ૧૮૬૮) દેહ ત્યાગ કરેલ છે અને તેથી જેને કમને એક સ્તંભ અને આધારની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ મળે. હવે આપણે હેમાભાઈ નગરશેઠ કે જેમને ઘણા રાજાઓની સાથે સંબંધ હતું તેમના જીવનચરિત્રની કિંચિત રૂપરેખા જોઈએ.
નગરશેઠ હિમાભાઈ, આમને જન્મ સંવત ૧૮૪૦ ના વૈશાખ માસમાં થયો હતો. તેમના વિદ્યાભ્યાસની હકીકત મળી શકતી નથી, પરંતુ મહેતાજીની પાઠન શૈલી પ્રમાણે તેમણે ટુંક મુદતમાં અભ્યાસ કર્યો હશે એમ સમજાય છે. પિતાના મહાન પ્રભાવક પિતાશ્રી વખતચંદ શેઠ સં. ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે સદગત થયા, તેમની પાછળ હિમાભાઈ શેઠે સં. ૧૮૭૦ વૈશાખ સુદ ૯ ને દિને રાજનગર અને વડોદરા બંને શહેરમાં આખા શહેરના મનુષ્યને એ કજ દિવસે ઘેબર આદિની નવકારશી-નાત જમાડી હતી.
ધર્મ શ્રદ્ધાળુ હોઈ હમેશાં ધર્મ પુસ્તકનું પઠન પાઠન કરતા હતા, અને પ્રતિદિન પ્રભુ પૂજા કરવાનું ચૂકતા નહિ. પોતે ઘેર દેરાસર કર્યું હતું અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા હજી શેઠ મણિભાઈ પ્રેમા ભાઈને ત્યાં (વંડામાં) છે. અમદાવાદના ડેહેલાના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવતા, અને ધર્મચર્ચા કરીને પંડિતની પરીક્ષા પણ કરી શક્તા હતા. આ વખતે પંડિત પદ્યવિજયજીના શિષ્ય પંડિત રૂપવિજયજી હતા, તેમને અને દ્ધિારક શ્રી નેમસાગરજી વચ્ચે આચાર્ય પાલખીમાં ન બેસે વગેરે બાબતપર વાદચર્ચા ચાલી હતી. આ વખતે શેઠે સમાધાનીને વચલો માર્ગ લઈને બંનેને મુદત વીતાવી શાંત કર્યા હતા. પિતાના ભાઈ શેઠ સુરજમલ, તથા રૂકમણી શેઠાણું શ્રી નેમિસાગરજી મહારાજના રાગી હતા.
પિતાને વ્યાપાર પિતાશ્રીને વખતથી દેશદેશાવર સ્થાપેલી પેઢીઓ દ્વારા ઘણે ધીકતે ચાલતો હતો અને તે સર્વ પેઢીઓના કાગળ પોતે જ વાંચી ફેંસલો કરતા હતા. શેઠની નામીચી દુકાને મુંબઈ, કલકત્તા, રતલામ, વ.
For Private And Personal Use Only