________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતચંદ નગરશેઠના ૭ પુત્ર પૈકી પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા, અને બીજા પુત્ર મોતિચંદ થયા. મોતિચંદના પુત્ર તહભાઈ (કે જેનું લગ્ન સં. ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને થયું હતું.), ફત્તેહભાઇના ભગુભાઈ, મહા સુદ ૮ ને રોજ એટલે ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી અંગ્રેજ લોકોએ તોપોનો માર મારવા માંડયો, ને મહા સુદ ૧૦ની રાત પડતાં ઘણુક છીંડાં પાડયાં. સરસુબાએ ઘણે માર માર્યો ને ટકર સારી રીતે લીધી, પણ મહા સુદ ૧૧ના પરેડમાં કર્નલ હાર્ટલી મરણુઓ થઈ ગ્રેનેડીઅર (એટલે ઉચાં) સીપાઇની પલટણ લઈને શહેરમાં પેઠે ને અમદાવાદ લીધું. તે વેળાએ બાપજી પંડિત ખાનપુર દરવાજે થઈને નાશી ગયે. (આ લડાઈમાં અંગ્રેજના ૧૨૦ માણસ મરાયાં, તેમાં ૧૪ ટેપીવાળા મુઆ; અને સરસુબાનાં ૧૦૦૦ હજાર ઝાઝાં માણસ રણમાં પડ્યાં).
જનરલ ગાર્ડે અમદાવાદમાં પેઠા પછી ત્રણ દહાડા સુધી શહેર લુટવાને હુકમ કર્યો ત્યારે નગરશેઠ નથશા ખુશાલચંદ, કાજ શેખમહમદ સાલે, ને પાદશાહી દીવાન મી મીરઝા અમુ એ ત્રણે જણ ગાડર્ડ પાસે આવ્યા ને વિનતિ કરી કે “શહેર લુટવાનો હુકમ કર્યો છે પણ તેવું કરવું નહિ.” ત્યારે જનરલ કાંઈ ગુસ્સે થયો હતો તેથી એવું કહ્યું કે “ જે તમારા મનમાં એમ હતું તે તમારે પહેલાંથી પાંસરા ચાલવું હતું ને અમને શરણે થવું હતું. ” ત્યારે નથુશાએ જવાબ દીધો કે “જે અમલદારે આજદિન સુધી અમારું રક્ષણ કર્યું તેના અમે નિમકહરામ કેમ થઈએ ? ને હવે તમે એ સુબાને જીત્યા ને તમારે અમલ થયો ત્યારે અમે તથા સર્વ રૈયત તમારે શરણે આવ્યા.” આવો મધુર અને વ્યાજબી જવાબ સાંભળીને જનરલ ઠંડો પડયો ને નીચે પ્રમાણે જાહેરનામું કર્યું કે—
નગરશેઠ નથુભા (વખતચંદશેઠના ભાઈ) વિગેરે અમદાવાદની ચિતને માલમ થાય જે હાલ તમારે તમારા ઘરમાં રહેવું ને કાંઈ તોફાન કરવું નહિ. તમારા હૈયામાં કશીએ વાતની ફીકર રાખવી નહિ; પણ તમે જે ધંધો કરતા હો તે ધંધેસર લાગવું કે તેથી તમને કોઈ કાંઈએ બાબતમાં હેરાન કરશે નહિ, માટે આ હુકમ પ્રમાણે ચાલવું-તારીખ ૫ સફર હીજરી ૧૧૯૪”(આને મળતી તારીખ, સંવત ૧૮૩૬ના મહા સુદ ૧૩ ને સને ૧૭૮૦ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૭ મી.).
એ પ્રમાણે અમદાવાદ લઈને બાર દહાડા રહીને આગલા કેલકરાર પ્રમાણે ફતેસંગ ગાયકવાડને સોંપ્યું. તેઓની તરફથી તેમના સુબા અમદાવાદમાં સદાશિવ ગણેશ હતા તેઓએ કબજે લીધો, પણ એ જનરલ ગાડી પોતાની કાંઈક ફેજ ભદ્રમાં મૂકતો ગયે. આટલું કરવાની મતલબ એ હતી કે અમદાવાદ શહેરમાં તથા તેના જીલ્લામાં પેશ્વાને તથા ગાયકવાડને ભાગ હતો પણ પેશ્વા ગાયકવાડનેહરક્ત કરતો હતો તેથી અંગ્રેજ લોકોએ અમદાવાદ લઈ ગાયકવાડને સેપ્યું કે હવે પેશ્વાની તરફથી અહીં કોઈ નથી, માટે હવે આ દેશની ઉપજ લેતાં તથા કામકાજ ચલાવતાં કેઈ તમને હરકત કરનાર નથી, પણ પેશ્વાના હિસ્સાના રૂપે તેમને પહોંચાડવા.”
પૃ. ૮૪-૮૮
For Private And Personal Use Only