SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાર્ટલી ભરણુઓ થઈ ઉંચા સીપાઈની ફોજ લઈ શહેરમાં પેઠે અને અમને દાવાદ લીધું. તે વખત બાપુજી પંડિત ખાનપુર દરવાજે થઈ નાસી ગયો. ગેડને અમદાવાદમાં પેસી ત્રણ દહાડા સુધી શહેર લુટવા હુકમ કીધો. તે વખત શહેરમાં નગર શેઠ ખુશાલચંદ! ( ખરી રીતે વખતચંદ ખુશાલચંદ) હતા. તેઓ તથા શહેર કાજ શેખ મહમદસાલે તથા બાદશાહી દીવાન મી મીરજા અમુ, એ ત્રણે, સાહેબને જઈ કરગરી પડ્યા. તે પરથી સાહેબે તેમની તરફ જોઈ લૂંટ બંધ કરાવી. ઉપરના ત્રણે જણના વંશ સાથે હાલ પણ કુટુંબો હયાત છે. ચઢતી પડતીના કમ ગર્વ આવી જતા પણ અત્યારે સારી સ્થિતિની ગણતરીમાં પણ ચાલુ છે.”—અમદાવાદને પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ” દીવાલી અંક ૧૮૬૬. આ રીતે વખતચંદ નગર શેઠે અમદાવાદને લૂંટતાં બચાવ્યું અને તે ઉપર સ્વ. મગનલાલ વખતચંદે એક રાસડો જોડયો છે. જુઓ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન –પૃ. ૩૯-૪૦ તેમાં જણાવેલ છે કે તેમણે.....જનરલ ગોડર્ડ (ઉપર જનરલ ગોર્ડન કહેલ છે) અમદાવાદ લીધું તેના વર્ણનને રાસડો જેવો છે. એમાં અમદાવાદ શી રીતે પડ્યું, ક્યાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂંટાઈને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણન વર્ણવ્યું છે.” • . મગનલાલ વખતચંદ કૃત અમદાવાદના ઇતિહાસમાં આ પ્રમાણે બીન આપી છે. “ આ સમે પેશ્વાઈ ગાદી બાબત લડાઈઓ ચાલતી હતી, તેથી રોબાની તરફ થઈ અંગ્રેજ સરકારના હુકમથી જનરલ ગાર્ડડ (લોક ગેહેંડ સાહેબ કહે છે ને તેમને રાસડા જોડેલો છે) સાહેબ ગુજરાત તરફ આવ્યો હતો ને સુરતમાં સકામ કીધું હતું. એવામાં મુંબઈ સરકારથી ગાયકવાડ સરકાર સાથે સલાહ કરવાને હુકમ આ તેથી તારીખ ૨૬ મી જાનેવારી સને ૧૮૮૦ના રેજ સલાહ કીધી તેમાં ગાયકવાડે તાપી નદીની દક્ષિણનો મલક અઠાવીસી સરતમાં જ તથા ૩૦૦૦ ઘોડાની ખેરાકી આપવી કબૂલ કરી તેને બદલે અંગ્રેજ સરકારે ડભોઈ તથા અમદાવાદમાં પેશ્વાઈ સુબા હતા તેમને કહાડીને ગાયકવાડને તાબે લઈ આપવું. એવી સલાહ ઉપરથી ગાઈડને અમદાવાદ આવવું થયું. સને ૧૭૮૦ ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૦મી તથા સંવત્ ૧૮૩૬ ના મહા સુદ ૬ને રેજ શાહ ભીખનના ટેકરા ઉપર જનરલ ગાડર્ડ સાહેબે પોતાની ફોજ સહિત આવીને પડાવ કર્યો તે ઉપરથી અમદાવાદના સરસુબા પેશ્વાની તરફથી બાપજી પંડિત હતા તેમણે દરવાજા બંધ કર્યો ને માણેક બુરજ ઉપર ટેપ ચઢાવી. તે ઉપરથી જનરલ ગાડર્ડ છીંડું પાડીને શહેરમાં પેસવા ખાનજહાંન દરવાજા આગળના કોટ ઉપર તપો મારવા માંડી. બાપજી પંડિત પાસે જ ઘણી હતી તેમાં ૬૦૦૦ આરબ અને ૨૦૦૦ સ્વાર, તે સિવાય બીજું પાયદળ હતું. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy