________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાબ (હેરાન) થયા; એમનાવડે આપણું કરાં તથા માણસ તથા માલમિક્ત જણશભાવ સર્વે રહ્યું; આવડો અહેસાન સર્વના ઉપર તેમણે કર્યો, તો એમને આપણે શું આપવું? એવો વિચાર કીશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલ તથા અબુબકર શાહાભાઈ, એ ચાર માતબર શાહુકાર અને બીજા સર્વે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લોક વગેરે મળી કર્યો, અને પિતાની ખુશરજાલંદીથી મહાલકેટ પારની છાપ તથા કોટમનીઆર શહેર મજકુર અહી આમ દફતરી થઈને માલની કિંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી સીવાય રૈયતની નીસબતે દરસેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશપરંપરા કરી આપીશું–અમારું રાજીનામું (રાજીખુશીથી કરી આ પેલ ખત) કરી આપ્યું છે. આ અરજી૫ર બાદશાહને તે મહાજન ઠરાવ બહાલ રાખી હુકમ થયેલ છે. વાંચો તેની આખી નકલ ગુજરાતીમાં આ સાથે આપી છે તે માટે જુઓ ર૪ R. ૩ અને જે મહાજને ઠરાવ કરી આપ્યો છે તેની નકલ માટે જુઓ નર જે. ૪.
આ નગરશેઠ ઈ. સ. ૧૭૧૮ માં શહેરનાં તમામ મહાજનના ચુકાદા કરતા તથા તમામ મહાજને તેમને પોતપોતાના મહાજનના વડા તરીકે ગણેલા છે. અને તે વખતે તે શહેરના મેટામાં મોટા વેપારી હતા. ગુજરાતના હીરા ખુશાલચંદ શેઠ તથા આસફઝા નિઝામ ઉભુલ્ક ઈ. સ. ૧૭૪૮ માં મરણ પામ્યા.
અમદાવાદનું આ કુટુંબ નગરશેઠ તરીકે પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની સર્વ રૈયત કુટુંબમાં તે વડું છે. તે કુટુંબ લેક હિતાર્થ બુદ્ધિ અને ધનને વાપરી, વિશેષ જૈન ધર્મની પુષ્ટી કરી, એથી નામાંકિત થયેલું છે; અને દિલ્હીના બાદશાહએ તથા મરેઠાઓએ તથા કંપની સરકારે તથા તમામ વહેપારી મહાજને તેમને “નગરશેઠ” બીરૂદ આપી ઘણું માન રાખ્યું છે. તે કુટુંબનો વડો જૈન ધર્મની તમામ નાતે વડે છે. તમામ શહેરના મુખી દાખલ દુઃખની વેળાએ તેને સે આગળ કરે છે, જેમકે રાજ તરફના જુલમ, વરસાદની રેલ આવતી હોય તો તે શહેરના કેટની પ્રદક્ષિણા, દુધની ધારા કરતાં તમામ રૈયતની સાથે ફરે છે.
ગાયકવાડે (ગોવિંદરાવ ગાયકવાડ, માનાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ અને આનંદરાવ ગાયકવાડની એમ દરેકની જુદી જુદી મહોર સાથે) આ કુટુંબને (વખતચંદ શેઠ-ખુશાલચંદ શેઠના પુત્રને) આબદાગીરી (છત્ર), મશાલ, તથા પાલખી આપી છે અને તેની સનંદ આપતાં તેમાં આબદાગીરી તથા મશાલ માટે બે આશામીઓને રૂ. ૮) ને પગાર તેમજ પાલખીના
For Private And Personal Use Only