________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હુમીદખાનની કુમકે ચઢવું, તેને પેટે (બદલે) હમીદખાને ગુજરાતની ચાથ આપવી. તે બન્ને અમદાવાદ તરફ આવ્યા. આ વખતે સુજાતમાં ઇડર હતા, તેણે અમદાવાદ આવી હમીદખાંન સાથે લડાઈ કરી. તેમાં સુજાતખાં મરાયેા. ત્યાર પછી તેનું વેર લેવા તેના ભાઇ શહેર બહાર આવ્યેા અને બહાદુરીથી લયેા. અંતે ત્યાંથી નાસી અમદાવાદમાં કારજમાં આવી ખારે દરવાજા બંધ કરાવ્યા. પણ ખુશાલશા શેઠે હુમીદખાનને યુક્તિપ્રયુક્તિથી શહેરમાં દાખલ કરાવ્યા. ( અમદાવાદનેા પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દિવાળી અંક સં. ૧૯૬૬ ) આ વખતે ઈ. સ. ૧૭૨૫ માં મરેઠાઓએ શહેરને ખુશાલચંદુ લખમીચંદ નગરશેઠના વચમાં પડવાથી લુટેલું નહિ અને તે શેઠે પેાતાના પદરની ઘણીજ દોલત આપી તેમને પાછા કાઢેલા, આ ઉપરથી તમામ શહેરના લેાકેા એકત્ર થઈ વશ પરપરાના હક કરી આપ્યા કે જેટલા માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેકડે પા રૂપીએ તે લે, આ હક હાલમાં પણ કંપની સરકારે ઇ. સ. ૧૮૨૦ ના જુલાઇની તારીખ ૨૫ મીએ રૂ. ૨૧૩૩ ને નક્કી આંકડા કર્યાં છે તે મુજબ વશપરપરા ચાલ્યું આવે છે. ઈ. સ. ૧૮૬૦ ના અરસામાં આ રકમ આપવાનું અમદાવાદના કલેકટરે બંધ કરવાના ઠરાવ કર્યાં તે ઉપરથી તે વખતના વડા રાવબહાદુર આનરેખલ શેઠ પ્રેમાભાઇ હીમાભાઇ વિલાયતસરકાર સુધી લડયા. તેથી વિલાયતની સરકારે ૨૩ નંબરના–સને ૧૮૬૧ ના મે માસની ૩૧ મી તારીખે ઠરાવ કર્યાં કે, વંશપર્ ́પરા ખુશાલચંદ લખમીચંદના પુરૂષવશમાં પુરૂષ વારસને ચલાવવાના પેઢીનામા નંબર ૧૯૩ મુજબ (જે પેઢીનામા માટે જીએ આ સાથે આપેલ વરાવૃક્ષ) આપે જવા. આ બાબતની બાદશાહને અરજી ખુશા લચંદ શેઠના પુત્ર શેઠ નથુશાએ કરેલી છે તેમાં જણાવેલ છે કે “ અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને (હીજરી) સને ૧૧૩૭ ના વરસમાં હમીદખાનના માનમાં મરાઠાઓની ફાજો આવી અને તેણે શહેરના આસપાસ મારચાં દીધાં અને શહેર લઇને રૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી, તે ઉપરથી ઉઘમ-વેપાર સર્વે શહેરમાં બંધ થયાં, આ રીતે શહેરમાંથી કોઇ બહાર જઇ ન શકે એવું થવાથી શહેરના શાહુકાર વગેરે લાક ધણાજ હેરાન થયા હતા, તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખર્ચે કરીને મરેઠાઓની ફાજોનાં મેરચાં ઉઠાવવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારા ચાલવા લાગ્યા. તે માટે શહેરના શાહુકાર વગેરે લાક ધણા ખુશી થયા કે ખુશાલચંદશેઠ પેાતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ધણા ખ.
For Private And Personal Use Only