________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપૈયા તરત આપી દેજે. તેજ સાલમાં મુરાદ તેના ભાઈ એરંગજેબના દગાથી ફસાયો અને મથુરામાં કેદ થયો. (આ મુરાદ ગુજરાતની સુબાગીરી ઉપર ઈ. સ. ૧૬૫૪ માં નીમાયો હતો.)
લક્ષ્મીચંદ શેઠને વ્યાપાર ઘણું બહોળા પ્રમાણમાં પથરાયો હતો, અને તેથી ઘણું પૈસા જુદા જુદા વેપારી તથા ગુમાસ્તા વર્ગ પાસે શેઠના લેણું નીકળતા હતા, અને તે દેવાદારો નાણાં આપતા નહતા આને માટે શેઠે ખુદ બાદશાહ ઔરંગજેબને લેખિત હુકમ લીધું હતું, તેમાં જણાવેલું હતું કે – “પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદ શેઠનું જે લોકો પાસે હેણું હોય ને તે કહેણાની સચાઈ સાબીત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી, એટલા માટે કે દેણદારો તેનું દેણું ડુબાવે નહિ.” આ ઉપરથી શાંતિદાસ શેઠના કુટુંબનો ખુદ પાદશાહ સાથે કેટલે બધે મરતબો-માન હશે તે સ્પષ્ટ પ્રતીત થશે, જુઓ નવાઢ . ૨.
ખુશાલચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠના પુત્ર ખુશાલચંદ શેઠ થયા. તેમણે પણ અદ્ભુત પરાક્રમ કરી જૈન કોમના સ્તંભ તરીકે જૈન કોમને ગર્વથી આનંદિત થવાનું કારણ આપ્યું છે. સને ૧૭૨૦ માં ગુજરાતના સુબા અજીતસિંહ. તરફથી અનુપસિંહ ભંડારી કામ કરતો હતો, તે અનુપસિંહ ઘણે જુલમી હતો . અને તેણે પાંજરાપોળવાળા ઓસવાળ કપૂરશાહ ભણશાલી કે જે માટે વેપારી શ્રીમંત હતો તેનું હીચકારાપણે ખૂન કરાવ્યું, ત્યાર પછી નિઝામુઉમુકે પિતાના કાકા હમીદખાનને સરસુબો ઠરાવી પોતે દીલ્લી ગયો. પછી તેમને તથા બાદશાહ વચ્ચે વિરોધ થયો તે ૧૭૨૪ માં શિરબુલંદખાનને સુબો ઠરાવ્યો. એ સુબાએ પિતાની વતી સુજાદીખાનને મોકલ્યો. તેણે આવી હમીદખાન પાસેથી અમદાવાદ લેઈ લીધું ને હમીદખાન શહેર છોડી જતો રહ્યા. તે લોકોને પુછતો ગયો કે ગુજરાત ફરી ક્યારે દેખીશું? પછી દાહોદ જઈ મરાઠી શાહુરાજાના સરદાર કંથાઇને મળી બંદોબસ્ત કર્યો કે, કંથાજીએ
* આ એક અમદાવાદના જેન ઓસવાળ શ્રીમંત હતા. તે ઘણું શરીર અને તેજસ્વી હતા, તેના સંબંધમાં એક રાસડ અમદાવાદમાં ગવાતો હતો તેની પ્રથમ બે કડી આ પ્રમાણે છે:-“હાર્યો હાર્યો મદનભેપાળ, છ છો કપુરશા ઓસવાલ આ રિાવાય બાકી પ્રાપ્ત થતું નથી. આમાં મદનપાલ પેશ્વા મરાઠાને સુબો હતો એમ કહેવામાં આવે છે. આ બે કડીથી લડાઈ થઈ હોય એવું દેખાય છે.
For Private And Personal Use Only