________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસૂરિ, વિજયતિલકસૂરિ, વિજ્યાનંદસૂરિ, રાજસાગરસૂરિ વગેરે હતા જેઓનાં વ્યાખ્યાનને તેઓ પ્રેમપૂર્વક લાભ લેતા હતા. શ્રી માનવિજય ઉપાધ્યાયે પિતાને અપૂર્વ ગ્રંથ નામે “ધર્મસંગ્રહ” શ્રી શાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે એવું તેની પ્રશસ્તિપરથી જણાય છે.
૬. વંશજે. શ્રી શાંતિદાસ શેઠને વંશ કલ્પવૃક્ષસમ વધી ફુલી-ફાળી અત્યારના સમયમાં પણ સારી સ્થિતિએ હરતી ધરાવે છે. શાંતિદાસ શેઠની એટલી બધી પ્રસિદ્ધિ અને મહત્તા હતી કે તેમને લઈને તેમના વંશજોને અનેક સનંદ, માનમરતબા, રાજ્યાદર, પ્રજા તરફથી શેઠાઈ-ધન્યવાદ મળેલ છે, અને તેના વંશજેમાં મુખ્ય પણે જે હોય તેને હજુ પણ અમદાવાદમાં “ નગરશેઠ” તરીકેનું બિરૂદ આપવામાં આવે છે. શાંતિદાસ શેઠમાં રહેલ વિવેક, વિનય, દુરદેશી, પ્રજા રક્ષણ, પરેપકાર, ધર્મવૃત્તિ વગેરે સદ્ગણે તેમના વંશજેમાં ઉત્તરોત્તર ચાલ્યાં આવ્યાં છે.
લક્ષ્મીચંદ શેઠ. શાંતિદાસ શેઠના પાંચ પુત્ર હતા, તે પૈકી લક્ષ્મીચંદશેઠે ગુજરાતના તે વખતના સુબા શાહજાદા મુરાદબક્ષને રૂ. ૫૫૦૦૦૦ સાડાપાંચલાખ ધીર્યા હતા; શાહજહાં બાદશાહ મરણતોલ માં હતા અને તેના ચાર પુત્રો દારા, સુજા, મુરાદ અને ઔરંગજેબ (એ ચારે ભાઈ ભાઈઓ) વચ્ચે ગાદી માટે લડાઈ થઈ. મુરાદને શહેનશાહ થવાની ધારણા હતી અને તેથી લશ્કર ભેગું કરતો હતો. આ માટે ઉપલા રૂપીઆ તેણે લીધા હતા. તેણે લશ્કર ભેગું કરી એરંગજેબને મળી દીલ્લી જઈ લડાઈ કરી હતી. આ વખતે, ગુજરાતનો પ્રખ્યાત લુંટાર કાનજીકળી ધણુ લુંટ ચલાવતો હતો. ઈસ્વીસન ૧૬૫૭ માં મુરાદબક્ષે લક્ષ્મીચંદશેઠ પાસેથી સાડાપાંચ લાખ, શાંતિદાસ શેઠના ભાગીઆ રહીદાસ (કે જે મંગળ રહીદાસ કહેવાય છે તે) પાસેથી રૂ.૪૦૦૦૦ ચાલી શહજાર તથા સાનમલ તથા બીજા પાસેથી ૮૮૦૦૦ અઠાસીહજાર લીધા હતા અને આજ મદદથી મોટું લશ્કર ઉભું કરી એરંગજેબ સાથે દીલ્હી ગયો હતો. ઈ. સ. ૧૬૫૮ માં મુરાદે જશવંતસિંહ સામે ઉજજૈન આગળ લડાઈ કરી ઉજજન લીધું, અને તે ઉજન મુકામથી જ મુરાદે હુકમ લખ્યો કે, લક્ષ્મીચંદને દેઢલાખ સુરતની ઉપજમાંથી, એક લાખ ખંભાતની ઉપજમાંથી, પચાસ હજાર ભરૂચની આમદાનીમાંથી, પીસ્તાલીસ હજાર વીરમગામની અને ત્રીશહજાર મીઠાની ઉપજમાંથી વગેરે કુલ મળી સાડાપાંચ લાખ
For Private And Personal Use Only