________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન હતું. અકબર ખાદશાહ પાસેથી તેમણે સિદ્ધાચલ તીર્થાદિના પટ્ટા
કરાવી લીધા હતા.
શાંતિદાસ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું મ્હોટું ભષ્ય દેરાસર ખાવન જિનાલયનું શિખરબંધ દહેરૂં, પુષ્કળ દ્રવ્ય ખર્ચી અમદાવાદમાં સરસપુરમાં સં. ૧૯૯૪ (ઇ. સ. ૧૬૩૮ માં) ખાંધ્યું હતું. આ વખતે એરંગજેબતી ગુજરાતમાં સુષ્માગીરી હતી. તેણે ઇ. સ. ૧૬૪૪ માં તે તેાડી પાયું અને તેની મસજીદ કરી; આથી આખા ગુજરાતમાં મોટું હિંદુ અને મુસલમાનનું ખંડ થયું હતું. શાંતિદાસ શેઠે શાહજહાંન બાદશાહને અરજી કરી, તેથી તે ઉપર હીજરી સન ૧૦૫૮ ( એટલે ઇ. સ. ૧૬૪૪) ના માઉદીલ આખરની તારીખ ૨૧ મીએ શાહાજ હાંન ખદશાહે કરી નવુ' કરાવી આપવા હુકમ કયેર્યાં હતા. આની નકલ આ સાથે ગુજરાતીમાં ઉતારી આપી છે. જુએ નજ મં ૧ તેમાં જણાવેલ છે
r¢
ૐ આ બાવન જિનાલયનું શિખરબંધ દહે સરસપુર નામના પુરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને ઈંટ આવેલ છે. આ દહેરા સંબધી એવું કહેવામાં આવે છે નગરશેઠ શાંતિદાસ શેઠે પાંચ સાત લાખ રૂપૈયા ખચીને કરાવ્યું હતું. એ હેરાને ધાટ તમામ હઠીસિ`ગના દહેરા જેવા છે, પણ તફાવત એટલેાજ છે કે હઠીસિંગનું હેરૂં પશ્ચિમાભિમુખનું છે અને આ હેરૂં ઉત્તશલિમુખનું છે. આ દહેરામાં મેઢાં મેટાં ભેાંચરાં છે. તે ભેાંચરમાં પૂર્વે મેટા ચેામુખ હતા. એ હેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડુ નચ એવી મેટી સુરંગ છે, એવું લેાકેાના કહેવામાં આવે છે. ને એનું કારણ એવું સાઁભળાય છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડો એ દહેરૂં વટાળી તેમાં નિમાજ પડવાનું ધાર્યું. તે વાત નગરશેઠને માલૂમ પડી, પણ તે વખતમાં ધર્મના જુલમ ઘણા હતા તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરગ) ખાદાવી રાખેલ હતી. તે તરત ગાડાં સળંગમાં ઉતારી આ દહેરાના ચામુખની ચાર પ્રતિમા ગાડામાં એસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિએ જેને આદીશ્વરનું ભેાંયરૂં કહે છે તે ભેાંયરામાં એસારી, ને ચેાથી મૂર્તિ ઝવેરીવાડામાં નીશા પેાળમાં જગવલભના ભેાંયરામાં એસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિ હાલ પણ છે.
પછી તે મુસલમાનેએ દહેરૂં વટાળ્યું. રગમડપ વગેરેના મટની માંહેલી તરફ ફરતી ઉંચા પત્થરની પુતળીઓ વગેરે સામાન છે તેને છૂંદી નાંખી છે, તથા ચુનાથી લીપી દીધી છે. તે સિવાય મુસલમાનોએ ઘણીક તેડફાડ કરી છે, છતાં પણ એ દહેરાના ખંડેર ઉપરથી માલુમ પડી આવે છે કે એ દહેરાનું કામ સારૂં હતું. હાલ તે હેરૂં હવડ (ઉજડ) પડયું છે ને એના પત્થરા વગેરેસામાન નગરશેઠે કહડાવી લઇને બીજા દેહેરાના કામમાં વાપયા.
સ્વ. સ. વ. કૃત. અમદાવાદ્દના ઇતિહાસ પૃ.૧૪૨-૧૪૩.
For Private And Personal Use Only