________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ રાજ્યમાન ચારિત્રનાયક શાંતિદાસ શેઠ રાજ્યકામાં પણ આગેવાની ભય ભાગ લેતા હતા. મહાન અકબર અને જહાંગીર બાદશાહ પાસે તેમનું સારી રીતે તમને પારખું સારું છે ? ત્યારે બાદશાહ સાહેબને આપનું કામ છે માટે આ તે ઘણું સારું” ત્યારે શાંતિદાસ બોલ્યા કે “હા, ચાલ ' ત્યારપછી ઝવેરીઓએ સારાં લુગડાં ને ઘરેણું લાવીને શાંતિદાસને પહેરાવ્યા તે પહેરીને શાંતિદાસ તે ઝવેરીની સાથે બાદશાહને ત્યાં ગયા અને ઉધો પગ ઘાલીને બેઠા. પછી ઝવેરી બોલ્યા “સાહેબ! તમારે જે ઝવેરનું પારખું કરાવવું હોય તે લાવો આ અમારા મહાજનને શેઠ કરી આપશે.” બાદશાહે તે ઝવેર આપ્યું. તે લઈને શાંતિદાસે સારી પેઠે તપાસ્યું; ને કહ્યું કે, “સાહેબ આ ઝવેરમાં કહે છેત્યારે બાદશાહે તે ઝવેર ભંગાળ્યું ત્યારે તેમાંથી એક કીડા સરખે કડકો નીકળે ત્યારે બાદશાહ બોલ્યા કે “ પારખું બરાબર કર્યું. તે પછી સેનાનાં કડાં ને પાલખી વગેરેનો સરપાવ આપ. પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં આવતા જતા થયા ને બાદશાહના માનીતા થયા ને રહેતાં રહેતાં તેમના જનાનખાનામાં જવા લાગ્યા; ને રાણીઓને બહેન કહીને બોલાવી. ત્યારે રાણુઓએ તેમને ભાઈ કહીને બોલાવ્યા પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પોતાના સગા ભાઈ કરતાં શાંતિદાસને આલે (વધારે) ગણવા માંડયા. શાંતિદાસ ત્યાં ઘણું દહાડા રહ્યા. પછી રાણીઓને કહ્યું કે “એ બહેન ! હવે હું તો અહીંથી જઈશ” ત્યારે બહેનાએ કહ્યું કે “અહિંયાંથી જવાચ નહિ. તમારે તે અહિંયાંજ રહેવું !” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ શાંતિદાસ તે હઠ લઈ બેઠા કે “મારે તે જવું ને જવું” ત્યારે રાણીઓએ કહ્યું કે તું મારે ભાઈ કહેવાય, તેથી તને કાલે માલો જવા દઈએ એ તો કાંઈ ઠીક નહિ ” માટે તમે થોડા દહાડા સબુર ખમો ને અમને બાદશાહને કહેવા દે ! પછી તેઓએ બાદશાહને કહ્યું કે “ અમારા ભાઈ શાંતિદાસ જાય છે તેમને કાંઈ વિદાયગીરી આપવી; અને એવી આપવી કે તે વંશપરંપરા ચાલે. ત્યારે બાદશાહ બોલ્યો કે “કંઈ ગામ આપો” શાંતિદાસને ગામ આપવા માંડયાં તે લીધાં નહિ ને કહ્યું કે સાહેબ ! અમારે ગામ ના જોઇએ, અમે વાણુઆ ભાઈ !” બાદશાહ બોલ્યા ત્યારે તે તમારે શું જોઈએ ? ” શાંતિદાસે વિચાર્યું કે “ અમદાવાદ શહેર જેવું બીજું શહેર કોઈ નથી માટે એ શહેરની નગરશેઠાઈ લઉં તે ઠીક, ને વળી આપણા વતનમાં પણ આવીશું” એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માંગી. ત્યારે બાદશાહે નગરશેઠાઈ આપી ને વરસે દહાડે પપૈયા બાંધી આપી, (વર્ષાસન ), તે સિવાય બીજું આપવું હશે તે આપી, વિદાય કીધા. શાંતિદાસ પછી અમદાવાદ આવીને વસ્યા.”
– પૃ. ર૭ર-ર૭૫. નેટ—“આપણું વતનમાં” એ શબ્દથી શેઠ દિલ્લીના નહિ પણ અમદાવાદના સિદ્ધ કરે છે. બાકી ઝવેરાતની કિંમત કરી કે, ઝવેરાતમાં કીડા છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન હોવાથી, તે વિષે વધુ જણાવી હમ મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી,
For Private And Personal Use Only