________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
દિવસ તાવ આવ્યો તેની પીડા નવ દિવસ સુધી રહી, પરંતુ આર્તધ્યાન ન થતાં ધર્મધ્યાનમાં ચિત્ત દઢ રહ્યું અને સંવત ૧૮૨૭ મહા સુદિ ૮ ને દિને ૬૭ વર્ષની વયે દેહ મૂકે. આવી રીતે ૩૮ વર્ષ ગ્રહવાસમાં રહી, ૨૪ વર્ષ દીક્ષાપર્યાય પાલ્યો, અગર ચંદનાદિથી રાગી શ્રાવકેએ દેહને અગ્નિ સંસ્કાર કર્યો, અને ગુરૂના સ્મરણાર્થે હરિપુરામાં ગુરૂને સ્થભ કરાવ્યો.
કૃતિઓ. ૧. જિનવિજય નિર્વાણ રાસ. ૨. અષ્ટપ્રકારી પૂજા. સં. ૧૮૨૩
રસકાર શ્રી પલાવિજય. આ રાસ કરનાર શ્રી પદ્મવિજય ઉપરના ચરિત્રનાયક ઉત્તમવિજયજીનાજ શિષ્ય હતા. તેમણે આ રાસ સં. ૧૮૨૮ ના પિષ મહિનાની ૭ ને સર્યવાર (રવિવાર)ને દિને પૂર્ણ કર્યો છે, તે લગભગ પિતાના ગુરૂના સ્વર્ગગમન પછી એક વર્ષ. તેથી આની વિશ્વસનીયતા પૂરી લાગે છે. આ રાસકારનું જીવન તથા કૃતિઓ આ પછી જ જોઈએ છીએ એટલે અહીં વિશેષ લખવાનું રહેતું નથી.
For Private And Personal Use Only