________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ શ્રી પદ્મવિજયજી
પૃષ્ઠ ૧૭૨–૧૯૩.
જન્મ, માતપિતા. ગુર્જર દેશમાં રાજનગર શહેરની શામલદાસની પળમાં શાહ ગણેશ નામને શ્રીમાળી જ્ઞાતિને વણિક વસતો હતો. તેની ભાર્યાનું નામ ઝમકું હતું. આ દંપતિને સંવત્ ૧૭૮૨ ના ભાદ્રપદ શુદિ ૨ ને દિને એક પુત્ર થયો કે જેનું નામ પાનાચંદ સ્થાપવામાં આવ્યું. પુત્રની છ વર્ષની વય થતાં તેની માતા મરણ પામ્યાં, અને સાતમે વર્ષે તેને નિશાળે મૂકવામાં આવ્યો. અગીઆર વર્ષ સુધી નિશાળનું ભણતર શીખી લીધું. આની માસીનું નામ જીવી હતું; તેણી નવતવાદિક પ્રકરણમાં બહુ સારી રીતે કુશળતા ધરાવતી હતી અને તેણીએ ભાણેજને તે શીખવવા માંડ્યાં. તેરમે વર્ષે ઉત્તમવિજયજી ગુરૂ આવ્યા, ત્યાં પોતાના મામાની સાથે વ્યાખ્યાન સાંભળવા કુમાર જવા લાગ્યો. વ્યાખ્યાનમાં પ્રજ્ઞાપના સૂત્ર વંચાતું હતું અને પારસી થયા પછી શ્રી વડષભદેવ ચરિત્ર વંચાતું હતું, તેમાં મહાબલમુનિનો અધિકાર આવ્યો ત્યારે કુમારનું હૃદય બહુ ભીનું-વૈરાગ્યવાળું થયું.
દીક્ષા,
છવીમાસીએ સંયમ દુષ્કર છે, એમ અનેક જાતની સલાહ આપી, પિતાએ પણ ત્યાગી થતાં વાર્યો, પણ કુમાર એકનો બે નહિ, પછી ગુરૂને આ વાત કહેવામાં આવતાં જોષી પાસે દીક્ષા માટેનું મુહૂર્ત જોવરાવતાં મહા સુદ ૫ નું કર્યું અને આખરે સંવત ૧૮૦૫ મહા સુદિ ૫ ને દિને (વસંતપંચમી) દીક્ષા, રાજનગરમાં પાછા વાડીમાં લીધી, અને પદ્મવિજય નામ સ્થાપિત થયું.
શરાભ્યાસ. આ પછી શાસ્ત્રાવ્યાસ સારી રીતે કરવા લાગ્યા. ગુરૂ પાસે આચાર સાથે બીજા શાસ્ત્ર શીખ્યા. સુવિધિવિજય મહારાજ પાસે રહી સુરતમાં શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) શીખ્યા. વળી મદાલસા આદિ પંચકાવ્ય, છંદશાસ્ત્ર, અને અલંકારશાસ્ત્રને અભ્યાસ કર્યો. પછી તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્ર ભણવાનો પ્રબંધ થયા. મહાભાષ્ય, તથા અંગઉપાંગ, પાંચ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વિગેરેને અભ્યાસ કર્યો.
For Private And Personal Use Only