________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગી છેવટે જેશીને લાવ્યો અને જોશ જેવરાવ્યો. જોષીએ સં. ૧૭૭૬ ના વૈશાખ શુદિ ૬ નો દિન ઘણોજ શુભ છે અને જિનવિજયજી પંન્યાસ પાસે દીક્ષા લ્યો કે જેથી દશોદિશ ઉદય થશે એમ કહ્યું. આથી શામળાપળમાં તેજ દિવસે શ્રી જિનવિજય પાસે દીક્ષા લીધી અને ઉત્તમવિજય નામ સ્થાપવામાં આવ્યું. દીક્ષોત્સવ ઘણું ધામધૂમથી સંધ તરફથી કરવામાં આવ્યો અને ચારેકોર જયજય વર્તાય. પછી ગુરૂ શિષ્ય પ્રેમાપુર આવી ત્યાં ચોમાસું કર્યું અહીંથી સુરત આવ્યા. અહીં વિજયદયારિ વિરાજતા હતા. અહીં સુરતમંડણ પાર્શ્વનાથ, ધર્મનાથ, સંભવનાથ, શાંતિનાથ,
૩ષભદેવ, વીરપ્રભુ, અજિતનાથ આદિને વંદના કરી; નંદીશ્વરદ્વીપનો મહેસવ થયો. ત્યાર પછી ભટ્ટારક શ્રી વિજયદયાસૂરિ પાસે કયા ગામ જવું તેને આદેશ માગ્યો, તેથી તેમણે કોઈ કારણ પાદરા ગામ જવાનું કહ્યું, તેથી પાદરા આવ્યા. ત્યાં સામૈયું કરી પુરપ્રવેશોત્સવ કર્યો. ત્યાં સંઘના આગ્રહથી ભગવતીસૂત્ર વાંચ્યું અને શિષ્યને ગુરૂજીએ નંદીસૂત્ર શિખાવ્યું. પછી જિનવિજય ગુરૂ સં. ૧૭૮૮ ના શ્રાવણ શુદિ ૧૦ ને દિને દેવંગત થયા. એટલે ગુરૂભાઈને લઈને શ્રી ઉત્તમવિજય ખંભાત આવ્યા. ત્યાં ઉપધાન, માલારાપણુ વગેરે કર્યું. ત્યાંથી પાટણ આવ્યા. ત્યાં પણ ઉપધાન વહેવરાવ્યા. પછી આદેશથી ભાવનગર આવ્યા, ત્યાં પોતાના પ્રથમ ગુરૂ અને ધર્મબોધક શ્રી દેવચંદ્રજીને પ્રેમાદરથી બોલાવ્યા, અને તેમની પાસે ભગવતી, પન્નવણુ, અનુયોગધાર આદિ સર્વ સત્ર વાંચ્યા એટલે શ્રી દેવચંદ્રજીએ ઉત્તમવિજયજીને યોગ્ય જાણું સર્વ આગળ વાંચવાની આજ્ઞા આપી. તેટલામાં કચરા ટીકા સંધ લઈ સિદ્ધાચલની યાત્રા કરવા અર્થે આવ્યા, તેની સાથે ઉત્તમવિજયજી ગયા. ત્યાંથી શ્રી ઉત્તમવિજયજી રાજનગર આવી બે ચોમાસાં કર્યો, અને ત્યાં ભગવતીસૂત્ર વાંચ્યું, ઉપધાન શ્રાવક શ્રાવિકાને વહેવરાવ્યા.
અહીં સુરતના સંધપતિ કચરા કીકા આદિ સંઘે ભદારશ્રીને શ્રી ઉત્તમવિજ્યજીને મોકલવા વિનતિ કરી. તેમણે હા પાડી તેથી સુરત આવતાં વચમાં ખેડા, પાદરા, ભરૂચ રહ્યા. સુરત આવતાં સામૈયું થયું. પછી પજવણું સૂત્ર વાંચ્યું અને ત્યાં ચોમાસું કર્યું. પછી બીજું ચોમાસું કરવા કરી
વિજયદયાસરિ (તપાગચ્છની ૬૪ મી પાટે) ૬૩ મા પટ્ટધર શ્રી વિજયક્ષમાસૂરિ સં. ૧૭૮૪ માં માંગરોળ મધ્યે સંવર્ગે જવાથી તેમની પછી શ્રી વિજચદયારસૂરિ બેઠા. આમણે સં. ૧૮૧૭ ના મહા સુદ ૨ ને દિને શત્રુંજય પર આદિજિનની પ્રતિષ્ઠા કરાવી છે. આમની પછી શ્રી વિજયધર્મસૂરિ, તેની પછી શ્રી વિજયજિતેંદ્રસૂરિ, તેની પછી વિજયદેવેંદ્રસૂરિ, તેની પછી વિજયધરણંદ્રસૂરિ, તેની પછી વિજયરાજેંદ્રસૂરિ બેઠા,
For Private And Personal Use Only