________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
મેળવી પછી મેડતામાં શાહની પિળમાં ઉતરી જિનપ્રતિમાને વાંધા. ત્યાંથી અનુક્રમે પાટણ શહેરમાં આવ્યા. અહીં કચરાશાને મૂળ વસવાટ હોવાથી તેને બહુ હર્ષ થયો અને ત્યાં ઘણું કરજદારનું કરજ ફીટાડયું. પછી ત્યાંથી રાધનપુર આવી ઉત્સવમહોત્સવ કરી સુરત ગયા. ત્યાંથી બુહણીપુર આવતાં વચમાં માંગતુંગી અને અંતરીક્ષજીની જાત્રા કરી. પછી મુતાગિરિ જઈ મક્ષીજી તીર્થયાત્રા માટે ઉજન આવ્યા. ત્યાં પાર્થપ્રભુને વંદના કરી નારંગાબાદ આવી પ્રેમચંદ સાથે ઢુંઢક સંબંધી વાદ કર્યો. તેમાં જશ મેળવી મલકાપુરની જાત્રા કરી. ત્યાંથી બુહણપુર આવ્યા ને કસ્તૂરશા શ્રાવકને ત્યાં ઉતર્યા. અહીં હેમચંદજી નામના શ્રાવક વસતા હતા તે ઘણા દુષ્કર તપ કરતા હતા. તેણે પુંજાશાનું વ્યાખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવા વિચાર કર્યો. ત્યારે હાથ જોડી પુજાશાને કહ્યું કે આપ દીક્ષા લઇ મારા ગુરૂ થાઓ તો, હું વ્રત લઉં છું કે આપની પાસે મારે દીક્ષા લેવી, અને મારી બધી સંપત્તિ તેમાં વાપરવી; સંઘે પણ તેવી જ વિનંતિ પુજાશાને કરી કે તેને દિક્ષા આપ. પુંજાશાએ પછી હેમચંદજીની પરીક્ષા કરી જાણ્યું કે હજુ થોડે ઘણે શ્રદ્ધામાં ફેર છે એટલે કહ્યું કે મારી મા વૃદ્ધ છે, તેથી હું ગુજરાત જઈ તેમની અનુમતિ લઉં અને પછી દીક્ષા લઉં? આ પછી શાકસ્તુરશા દેવગતિ પામ્યા. એટલે પંજાશા વોહરા ગોકુલદાસજીને ત્યાં આવ્યા અને સુરતમાં મુકામ કર્યો. ત્યાં સંધને વિશેષાવશ્યક વાંચી સંભળાવ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદ શ્રી યોગવિમલ ગણી (જ્ઞાનવિમલ સૂરિના વંશજ) તથા જિનવિજ્ય પંન્યાસ (શ્રી સત્યવિજય પંન્યાસના વંશજ અને જેનું ચરિત્ર આગળ આપણે જોઈ ગયા છીએ) બિરાજતા હતા, તેમને વંદના કરી પોતાની માતા પાસે આવ્યા, અને તેણીની અનુમતિ દીક્ષા માટે માગી. ત્યારે માતાએ કહ્યું “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી પછીથી તું સુખે લેજે, પુંજાશા માતાને તીર્થકર પેઠે તીર્થ સ્વરૂપ ગણી તે સંબંધી મૌન રહ્યા અને શ્રી જિનવિજયના મુખની વ્યાખ્યાન વાણું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. પછી તેની વૃદ્ધ માતા આયુષ્ય પૂરું થતાં પરલોક સિધાવ્યા. ત્યારે પંજાશાએ તેમનું મૃતકાર્ય કરી શેક નિવાર્યો.
દીક્ષા અને વિહાર અમદાવાદમાં ઘસા પારેખની પિળમાં (કે જે હજુ પ્રસિદ્ધ છે) પાનાચંદ મલુક રહેતા હતા તે પુજાશાના રાગી હતા અને તેથી દીક્ષા લેવાની ના કહેતા હતા. ત્યારે પુંજાશાએ તેમને બહુ સમજાવ્યા અને આજ્ઞા
For Private And Personal Use Only