SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જણાવ્યા અને કાઇ સારા પતિ પુરૂષને પેાતાની સાથે આપવા વિનતિ કરી, તેથી ગુરૂએ પુનકુમારને લઈ જવા કહ્યુ. પછી સમેતશિખરની યાત્રા અર્થ પ્રયાણ થયું. પ્રથમ હોડીમાં બેસી કલીકોટ આવી શ્રી પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી ભગદાવાદ આવી જૈન ચૈત્યાને વંદના કરી. પછી અનુક્રમે શિખરજી આવ્યા, અને તલેટીમાં વાસ કર્યાં. ૪. અદ્ભુત સ્વપ્ન. અહીં ગામધણીના શિખરજી ઉપર ચડવાના હુકમ નહેાતા. તે વખતે આશ્ચર્યકારક પુજાકુમારને રાત્રીએ સ્વપ્ન આવ્યું. કાઈ દેવે (કુમારના મિત્ર~મ્મુશાલશાના જીવ ) આવી પૂછ્યું કે તમે ક્યાંથી અને શા માટે આવ્યા છે ? ત્યારે કુમારે ઉત્તર આપ્યા કે દર્શન અર્થે આવ્યા છીએ, પરન્તુ ઉપર ચડવામાં ગામધણી તરફથી અંતરાય નડયા છે.' ત્યારે દેવે કહ્યું કે ચાલા નંદીશ્વરદ્વીપ, ત્યાં યાત્રા કરાવું.' કુમાર દેવ સંગાથે નંદીશ્વર દ્વીપ ગયા અને શાશ્વત જૈનચૈત્યને પ્રણામ કર્યાં. આવન ચામુખ જોયા. પછી દેવે કહ્યું કે સીમંધર સ્વામી પાસે લઇ જાવું, તે આપણા વચ્ચેની મૈત્રી ખરી' એમ કહી સીમધર સ્વામી પાસે લઇ ગયા. ત્યાં તીર્થંકર પ્રભુનું સમવસરણ–ત્રણ ગઢ જોયા, અને સીમંધર પ્રભુના (૮) પ્રતિહાર્ય, અને (૩૪) અતિશય જોઇ કુમાર બહુ પુલકિત થયા અને દેશના અતિ ઉન્નસિતમને શ્રવણુ કરી. દેશના થયા પછી કુમારે સીમધર પ્રભુને પૂછ્યું કે ‘હું ભવ્ય કે અભવ્ય છું ? સકીતી કે મીથ્યાત્વી છું?’ ત્યારે પ્રભુએ કહ્યું કે ‘તું ભવ્ય છે, અને તત્ત્વપ્રાપ્તિ રૂપ સમક્રીતની પ્રાપ્તિ તને આજે થશે' આ સાંભળી રામાંચિત શરીર થયું અને જયજયકાર વ્યાપ્ત થયા. આવી રીતે કુમાર સ્વમમાં હરખાય છે, ત્યાં સધપતિ ક્રચરાશા આવીને ઉઠાડે છે અને કહે છે ઉઠા, ઉઠી, શિખરજી જઇએ. ગામધણીએ ચડવાની આજ્ઞા આપી છે’ એટલે કુમાર ઉપર ચઢયા અને જિનવરને વાંધા. શિખરજી એ વીશ તીર્થંકરાની કલ્યાણુભૂમિ છે તેની યાત્રા સફળ કરી. ૫. પ્રવાસ. આમ યાત્રા કરી અનુક્રમે પાછા વળતાં બહુ તીર્થની ભૂમિકાના સ્પર્શ કર્યાં, રાજગૃહ, ચપા, માહણ ક્ષત્રીકુંડ (કે જ્યાં પ્રભુએ ભાખેલ ઉદકના કુંડ જોયા), પાવાપુરી, મથુરા, કાશી (કે જ્યાં બધાં દર્શને ભેગાં થયેલ છે), વગેરે જોયાં. પછી આગ્રામાં આવી ઢુંઢક (સ્થાનકવાસી) સાથે વાદ . પટણ ( હાલનું પટના પાટલીપુત્ર)માં દીગબરી સાથે વાદ કરી છત For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy