________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હકલાક્ષધિફિલહાલક
છે શ્રી ઉત્તમવિજયજી પંન્યાસ. કે.
પૃ. ૧૫૪–૧૭૧
જન્મ, માતપિતા. ગુર્જર દેશના રાજનગર શહેરની શામળા પિળ કે જ્યાં શામળા પાર્શ્વનાથને પ્રાસાદ છે ત્યાં લાલચંદ નામનો વણિક પિતાની ભાર્યા નામે માણેક સાથે વસતો હતો. તેને અનુક્રમે ચાર સંતાન થયાં. ત્રણ પુત્રી અને એક પુત્ર. પુત્રનો જન્મ સં. ૧૭૬૦ માં થયો અને તેનું નામ પુજાશા રાખવામાં આવ્યું હતું. પુત્ર અઢાર વર્ષનો થયો ત્યારે સં. ૧૭૭૮ માં ખરતર ગચ્છમાં જૈન સિદ્ધાંત શિરોમણું ધર્યાદિક ગુણના સમુદ્રરૂપ શ્રી દેવચંદ્રજી અને મદાવાદ પધાર્યા. તે વખતે પુંજાશા વંદનાર્થે અને દેશના શ્રવણ અર્થે તેમની પાસે જવા લાગ્યા. ગુરૂવાણું સાંભળી કુમારનું ચિત્ત અભ્યાસ કરવા પ્રત્યે દોરાયું. આ વખતે રામકુંવર નામની ધર્મિષ્ઠ શ્રાવિકા હતી તેણુએ કુમારને અભ્યાસ કરવામાં અતિશય સહાય આપી.
અચાસ. કુમાર પ્રકરણાદિ નામે દંડક, નવતત્વ, જીવવિચાર, સંગ્રહિણી (કે જેમાં ત્રણ લોકનું સ્વરૂપ આપેલ છે), ત્રણ ભાષ્ય (દેવવંદન, ગુરૂવંદન અને પચ્ચખાણુ), ક્ષેત્રસમાસ, સિદ્ધપંચાશિકા ( આ ગ્રંથ અપ્રસિદ્ધ છે ), કર્મગ્રંથ, કમપયડી (કર્મપ્રકૃતિ ) પંચસંગ્રહ, કાલવિચાર, અંગુલિવિચાર, વનસ્પતિવિચાર, દર્શન સિત્તરી, પાખી સિત્તરી, ખંડ પુગલ (છેલ્લાં સાત અપ્રસિદ્ધ છે ), નિગોદ છત્રીશો, અતિચાર પંચાશિકા (અપ્રસિદ્ધ) આદિ વૃત્તિ સહિત ગુરૂ શ્રી દેવચંદ્રજી પાસે વાંચી અભ્યાસ કરે છે. સપ્તભંગીનીલ, આગમાદિનું રહસ્ય, સાતનય, નિક્ષેપ વિચાર, ત્રણભંગી વગેરે તત્વજ્ઞાનનો પણ સારી રીતે અભ્યાસ કરે છે. આમ કરતાં કુમાર ગુરૂસાથે વિહાર કરે છે. વિહાર કરતાં સુરત આવ્યા, ત્યાં કુમારે શબ્દશાસ્ત્રને અભ્યાસ કર્યો.
સમેતશિખર યાત્રા. સુરતમાં પાટણ શહેરના કચરા કીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા, તેમને પિતાની લક્ષ્મીને ઉપયોગ યાત્રાર્થ કરવા શ્રી દેવચંદજીને વિચાર
For Private And Personal Use Only