________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
રીતે નિર્વહવા યોગ્ય છે અને કેવી કેવી દુર્ઘટતા છે તે સમજાવ્યું, છતાં કુમારે તે ધ્યાનમાં લઇ તે પ્રમાણે અનુસરવા નિશ્ચય બતાવ્યો. પછી તેણે માબાપની રજા લઈ સંવત ૧૭૭૦ કાર્તિક માસની વદિ ૬ ને વાર બુધવારે ભાવપૂર્વક દીક્ષા અંગિકાર કરી. ક્ષમાવિજયે તેમનું નામ જિનવિજય પાયું.
ગુરૂ સાથે વિહાર. રાજનગરથી વિહાર કરી ગુરૂ શિષ્ય પાટણ આવ્યા. અહીં પાટણના મુખ્ય શ્રાવક શા હર્ષભે (રીખભ) અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૭૭૪) આ પ્રતિષ્ઠા, વખતે કરૃરવિજ્ય અને ક્ષમાવિજ્ય હતા, અને તે વખતે જિનવિજ્ય પણ સાથે હતા. આને અંતે સં. ૧૭૭૪ માં સ્વામી વત્સલ કર્યું, અને સંધના કહેવાથી ચોમાસું પાટણમાં રાખ્યું. શ્રી કરવિજયજી સં. ૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ ને સોમવારે સ્વર્ગલોક પહોંચ્યા. (જુઓ પૃ. ૧૨૪ ) પાટણથી અનુક્રમે ગામેગામ વિહાર કરતા રાજનગર આવ્યા, ત્યાં શ્રી સંઘ હર્ષ પામ્યો. ઉપધાન, , પ્રભાવના વગેરે પુષ્કળ થયાં. માંડવી પોળમાં ચોમાસું રહ્યા. પિતાના ગુરૂ ક્ષમાવિજય સાથે દક્ષિણમાં વિહાર કર્યો, ત્યાંથી ખંભાત તીર્થ, કાવી તીર્થ, જબુસર, ભરૂચ અને ત્યાંથી સુરત આવ્યા ત્યાં પુરપ્રવેશત્સવ ગાજતેવાજતે કરવામાં આવ્યો. અહીં સં. ૧૭૮૦ માં ચોમાસું કર્યું. ત્યાર પછી ક્ષમાવિજય ગુરૂ જ બુસર આવ્યા. પછી ક્ષમાવિજય ગુરૂએ પિતાના શિષ્ય જિનવિજય પંન્યાસને રાજનગર મોકલાવ્યા તેથી ત્યાંને સંઘ ખુશી થયો. ત્યાર પછી સંઘની વિનતિથી ક્ષમાવિજય ગુરૂજી પણ જબુસરથી વિચરીને રાજનગર આવ્યા. જિનવિજ્યજી સામા આવ્યા અને સંઘે ઉત્સવ કર્યો. ત્યાં વ્યાધિ થતાં છેલ્લી અવસ્થા જાણું બધે સંધ શિષ્ય જિનવિજ્યને ભળાવી–ગુરૂ ક્ષમાવિજય સં. ૧૭૮૨ આસે શુદ ૧૧ ને દિને સુરલોક પધાર્યા.
વિહાર. હવે જિનવિજય પંન્યાસ વિહાર કરે છે અને ભવ્યને પ્રતિબોધે છે. અમદાવાદથી નીકળી ભાવનગર આવી ધોધે ચોમાસું કર્યું. ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરી શખેસરની યાત્રાર્થ નીકળ્યા. પાટણ આવી આબુગઢની સંઘ સહિત યાત્રા કરી. પછી શીરેહી, સાદડી, રાણપુર, પાણેરા (કે જ્યાં વિરપ્રભુનું મંદિર છે) ત્યાં જઈ ડુલ (નાદલી) કે જ્યાં નેમિનાથને પ્રાસાદા
For Private And Personal Use Only