________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
આઝાઝ - શ્રી જિનવિજયગણી. ઝઝઝઝઝઝઝલ
પૃષ્ઠ ૧૩૭–૧૫૩
પરંપરા. શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય પંન્યાસ શિષ્ય હતા તે, સત્યવિજ્ય પંન્યાસ Íરવિજય. ક્ષમાવિજય. જિનવિજય.
ગુર્જર દેશમાં મનહર રાજનગર કે જેને હાલ અમદાવાદ કહેવામાં આવે છે, તે નગરમાં શ્રીમાલી વંશને ધર્મદાસ નામે શ્રાવક વસતા હતા. તેને ત્યાં કુલવંતી લાડકુંવર નામની સ્ત્રી હતી. શુભાગે ગર્ભધરી લાડકુંવરે પુત્ર પ્રસવ્ય (સં. ૧૭૫૨) અને તેનું નામ ખુશાલ પાડવામાં આવ્યું. સાત વર્ષની ઉમરે નિશાળમાં ભણવા મૂકો, ત્યાં નામાં લેખાં વગેરે વિદ્યા શીખી પુત્ર કુશલ થયો, અને ૧૬ વર્ષને થયો ત્યાં શહેરમાં શ્રી સમાવિજય ગણી વિહાર કરતા આવ્યા. આ વખતે શામળદાસની પોળમાં રાયચંદ નામને ગુરૂભક્ત વસતો હતો તે દેશ વિદેશ જાય પણ પગમાં પગરખું પહેરતો નહિ અને હમેશાં ઉનું પાણી જ વાપરતા. આ રાયચંદ પારેખના વચનથી ખુશાલચંદ કુમાર ગુરૂ પાસે દેશના સાંભળવા આવ્યો.
ગુરૂસમાગમ. દીક્ષા. ' ગુરૂએ પિતાની દેશના આપતાં સંસારની અનિત્યતા, સાગ વિગથી થતા હર્ષશોક વગેરે પર વિવેચન કર્યું તેથી ખુશાલચંદનું મન વૈરાગ્યવાસિત થયું અને ગુરૂને સંયમદીક્ષા આપવા વિનતિ કરી. ગુરૂએ સંયમ કે દુષ્કર
For Private And Personal Use Only