________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારંગા, કે જ્યાં કુમારપાલત વિહાર છે અને જે વિહારમાં શ્રી અજિતનાથ પ્રભુને પધરાવ્યા છે ત્યાં, યાત્રા કરી અમદાવાદ આવ્યા. ત્યાં ચિંતામણિ, મહાવીર, ઋષભનાથ, અજિતનાથ, સંભવનાથ, શાંતિનાથ, શીતળનાથ, વાસુપૂજ્ય આદિ તીર્થકરોના જિનપ્રસાદમાં યાત્રા કરી. અહીં સુરતમાં વિહાર કરવા, ગણનાયક તરફથી આદેશ આવ્યા તેથી ત્યાં જવા વિહાર કર્યો. પહેલા ખંભાત આવી સ્તંભતીર્થ પાર્શ્વપ્રભુ, અમીઝરા ચિંતાભણી પાસ, વગેરે ૪૮ અડતાલીસ દેરાનાં દર્શન કર્યો. પછી કાવીમાં આવી ભેંયરામાં દેવપ્રતિષ્ઠા કરી, પછી જ બુસર પદ્મપ્રભુનાં દર્શન અને ભરૂચમાં સુવ્રત સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી સુરત આવ્યા. અહીં પ્રવેશ મહોત્સવ થયો. અહીં ધર્મનાથ, સુપાર્શ્વનાથ, સુરત મંડણ શ્રી પાર્શ્વનાથ આદિનાં દર્શન કરી સં. ૧૭૮૦ માં ત્યાં ચોમાસું રહ્યા. અહીંથી જંબુસર આવીને અમદાવાદ માસું રહ્યા. ઉપધાન માલારોપણ કર્યું અને પિતાના શિષ્ય શ્રી જિનવિજય મુનિને અહીં બોલાવ્યા અને સંધ તેને ભળાવ્યો. પછી ગુરૂએ સંવત ૧૭૮૬ ના આ માસની ૧૧ ને દિને દેસીવાડામાં ચોમાસું હતું ત્યારે ૧૪ વર્ષની ઉંમરે ૪૨ વર્ષ મુનિપર પાળી કાલ કર્યો, અને નવખંડી માંડવી કરી કાયાને અગ્નિસંસ્કાર ચંદન કેસર આદિથી સાબરમતિના કિનારે કરવામાં આવ્યો અને સોનારૂપાળું નાણું ખરચવામાં આવ્યું. અહીં સ્થભ પન્યાસજીના સ્મરણાર્થે કરવામાં આવ્યા.
રાસકાર. આ રાસ ચરિત્રનાયક શ્રી ક્ષમાવિજયનાજ શિષ્ય શ્રી જિનવિજય કે જેણે શ્રી કરવિજય ગણિને રાસપણુ રચ્યો છે, તેણે મુનિ સુમતિવિજયના કહેવાથી રચે છે. આ જિનવિજયનું ચરિત્ર હવે પછી જોઈશું. ક્ષમાવિજયની કૃતિઓ. પાર્શ્વનાથસ્તવન સં. ૧૭૯ર પાટણ. ક્ષમા વિજયની શિષ્યપરંપરા.
ક્ષમાવિજય.
જિનવિજય
જશવિજયગણું
ઉત્તમવિજય
શુભવિજ્ય
માણેકવિજય (પર્યુષ્ણ નવ વ્યાખ્યાન અને અમલવર્જન પર સઝા લખી.)
પદ્મવિજય
વીરવિજય પંડિત
For Private And Personal Use Only