________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
વિહાર-ચાત્રા. વિહાર કરતાં જોઈત્રા ગામ આવ્યા. ત્યાંથી જુદે જુદે સ્થલે યાત્રાર્થ વિહાર કર્યો, આબુ, અચલગઢની જાત્રા કરી સીરહી આવી વીરપ્રભુને વાંધા, જીવિત પ્રભુને વાંધા. પછી વસંતપુર કે જ્યાં આદ્રકુમારની ચૉરી છે ત્યાં આવ્યા, ત્યાંથી સાદડી, શણુપુર, ધાણાર, વીજા, લોઢાણ (શ્રી આદિનાથ પ્રભુનું મંદિર છે.) વરાણું (પદ્મ પ્રભુની પ્રતિમા છે) નાંદેલ, નાડુલ વગેરે તીર્થ કર્યો. પછી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ધુલેવી (ધુલેવા,) ઈડર, વડનગર, વીસલનગર આદિ સ્થળે વિહાર કર્યો.
ગુરૂ સ્વર્ગગમન. ગુરૂ શ્રી કરવિજય અમદાવાદ હતા. ત્યાં સમાવિજયને પટપર સરસપુરમાં (પરાનું નામ) બેસાડી પોતે પાટણ તરફ વિહાર કર્યો. ગુરૂ બહુ વૃદ્ધ થયા હતા તેથી શુશ્રષા કરવા શિષ્ય સાથે રહ્યા. એક નગરમાં ઉત્સર્ગપણે એક કરતાં વધારે ચોમાસા મુનિથી ન રહેવાય એમ શાસ્ત્રને ઉલ્લેખ છે પરંતુ અપવાદે–વૃદ્ધાવસ્થા અને વ્યાધિના કારણે દશ બાર ચોમાસાં કર્યા, અને અમદાવાદ શહેર અને પરામાં રહી દેશના દેવા લાગ્યા. અહીં પાટણ સંઘની વિનતી આવી, અને તે વખતે કર્પરવિજય ગુરૂ પાટણ હતા, તેને વાંદવા માટે ક્ષમાવિજય પાટણ આવ્યા. મહત્સવ ગામના લોકોએ કર્યો. અહીં વિજયક્ષમાસૂરિએ સમાવિજયને પંન્યાસપદ આપ્યું. પછી શંખેસર પાર્શ્વનાથની યાત્રા કરી પાછી પાટણમાં આવી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કીધી. આ પ્રતિષ્ઠા કરાવનાર પાટણમાં મુખ્ય શ્રાવક, શા બહષભ હતા. બધી મળી ૭૦૦ સાતસો જિનમૂર્તિ સ. ૧૭૭૪ મધુ માસમાં સ્થાપિત કરી. આ પછી શ્રી રવિયે સં. ૧૭૭૫ ના શ્રાવણ વદ ૧૪ સોમવારને દિને દેહેત્સર્ગ કર્યો
સ્થલે સ્થલે વિહાર અને સ્વર્ગગમન. સમાવિજય ગણ એ, હવે પાટણમાં બહુ ઉપદેશ આપી વિહાર કર્યો. સિદ્ધપુર, મહેસાણા, ચાણસમા, રાધનપુર, સારા, સમી, સાંતલપુર, વાવ કે જ્યાં અજિતનાથ પ્રભુ વિરાજે છે, વીસનગર, વડનગર, વઢવાણ, ( ૧ વિજયક્ષમાસૂરિ (તપગચ્છની ૬૩ મી પાટે) સૂરિપદ સં. ૧૭૭૩ માં, સ્વર્ગવાસ માંગરોળ ગામમાં સં. ૧૭૮૪ માં. આની પછી પટ્ટધર શ્રી વિજયયાસૂરિ થયા.
For Private And Personal Use Only