________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષમાવિજય ગણી @ દ્ધજી
પૃષ્ઠ. ૧૨૬-૧૩૬.
જન્મવર્ણન. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં મરુસ્થલી (મારવાડ) દેશ છે, કે જ્યાં અબુદગિરિ (આબુ પર્વત) મુગટસમ વિરાજી રહ્યા છે; તે ગિરિ ઉપર વિમલશાહે અનેક સોનૈયા ખરચી-બાવન લાખ વાપરી જિનપ્રાસાદ કરાવ્યાં છે, અને વસ્તુપાલ મંત્રીએ બાર ઝેડ પન લાખ ખરચી મંદિર કરાવી દેરાણી જેઠાણીના ગેખલા માટે નવ નવ લાખ ખર્ચા છે. અને ફરતી દહેરી બંધાવી છે અને તેમાં શ્રી કષભનાથને પધરાવ્યા છે, વળી મૂલનાયક શ્રી નેમિનાથના બિંબ સાથે બીજા અનેક બિંબ ભરાવ્યાં છે. ફરતો ગઢ પણ બંધાવ્યું છે, આ આબુ પર્વત પાસે પયંદ્રા કરીને ગામ હતું ત્યાં શ્રી પાર્શ્વનાથનું સુંદર મંદિર છે. અહીં ઓસવંશના અને ચામુડા ગાત્રને શાહ કો નામને વણિક વસતે હતો અને વનાં નામની તેને સ્ત્રી હતી. તેમના પેટે શુભસ્વમ સૂચિત ગર્ભ રહ્યો અને જન્મ થયા પછી તેનું નામ ખેમચંદ પાડવામાં આવ્યું. (સંવત ૧૭૨૨ માં) કુમાર ખેમચંદનું પછી કોઈ કારણસર અહમદાવાદમાં આવવાનું થયું અને ત્યાં એક પરું નામે પ્રેમાપુરમાં ઉતારે લીધે.
ગુરૂસમાગમ. દીક્ષા. તપાગચ્છની ત્રેસઠમી પાટે શ્રી વિજયસિંહરિ થયા, તેમના શિષ્ય શ્રી સત્યવિજયગણું થયા અને તેમના શિષ્ય શ્રી કપૂરવિજય થયા અને તેમના શિષ્ય શ્રી વૃદ્ધિવિજય ગણી શ્રી વિજયપ્રભસૂરિના આદેશથી માપુરમાં
માસું કરવા પધાર્યા. શ્રી વૃદ્ધિવિજય ગણે દેશના મધુર આપતા ત્યાં કુમાર ખેમચંદે આવી તેનું શ્રવણ કર્યું, અને તેથી સંસાર આસ્થિર છે એવું લાગ્યું અને વૈરાગ્ય પર પિતાનું મન ગયું. પછી તે ગુરૂ પાસે ૨૨ વર્ષની ઉમરે સંવત ૧૭૪૪ જેઠ સુદ ૧૩ ને દિને દીક્ષા લીધી અને નામ સમાવિજય રાખ્યું. આ સમયે તપાગચ્છની રખેવાળી કરતા પાલણપુરની સીમમાં જેનું
સ્થલ એવા માણીભદ્ર યક્ષ તરફથી ગયબી નગારાં વાગ્યાં. આ પરથી ગુરૂએ જાણ્યું કે આ મુનિ સાધુગણના આધારરૂપ થશે.
For Private And Personal Use Only