________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ ચોખું લખેલ છે. આ સંબંધમાં વીરવિજયજી ૧૮ મા સૈકામાં થઈ ગયા તેના પહેલાને સમય જોઈએ તે વિશેષ સમર્થન મળે છે, કે શ્રી યશેવિજયજીએ સહાય આપી છે.
શ્રી યશોવિજયજી પોતે ૩૫૦ ગાથાના સ્તવનને અંતે લખે છે કે – તાસ માટે વિજયદેવસૂરી સરૂ, પાટ તસ ગુરૂ વિજયસિંહ ઘોરી; જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિ ચેરી.
આના પર સં. ૧૮૩૦ માં ટો કરનાર શ્રી પદ્યવિજયજી અર્થ પૂરે
“ વળી તેને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા, તથા તેમના માટે શ્રી વિજયસિંહસૂરિ તે ગચ્છનો ભાર વહેવાને વૃષભ સમાન ધોરી થયા જેમની હિતશીખ–આજ્ઞા પામીને મેં એ સંવેગ માર્ગ આદર્યો, એટલે એ ભાવને શ્રી જશેવિયજી ઉપાધ્યાયે પણ એની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હતા તેમાં સત્તર શિષ્ય સરસ્વતી બિરૂદધારી હતા તે સર્વમાં મોટા શિષ્ય પંડિત શ્રી સત્યવિજયગણી હતા તેમણે શ્રી પૂજ્યની (વિજયસિંહસૂરિની) આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધે તે માટે એમ કહ્યું જે માર્ગ એ અનુસર્યો–એ સંવેગ માર્ગ આદર્યો, જે આદરવા થકી તીર્થકર અદત્ત ગુરૂ અદા, ઇત્યાદિ કુમતિકદાગ્રહરૂપ ચેરી ટલી ગઈ.”
(૫) સમકાલિન વિદ્વાને. શ્રી સત્યવિજયજી પંન્યાસનો સમય બહુ ઝળહળ છે અને તે સમયમાં જે જે પારમાર્થિક, પ્રતિભાશાલી પુરૂષો થયા છે તેથી જનસમાજને અદભૂત ધર્મલાભ મળે છે. આ વખતે વિદ્વાનોનો સમૂહ જેનોમાં હતો, જેમાંના કેટલાકનાં નામો આપીએ છીએ. શ્રી વાચકવર ઉપાધ્યાયશ્રી યશેવિજય, શ્રી વિનયવિજય ઉપાધ્યાય (કે જેનું ચરિત્ર “નયકણિકા’માં જુઓ), અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી માનવિજયગણિ (“ધર્મસંગ્રહ” ના રચનાર ), શ્રી જ્ઞાન વિમલસૂરિ (કે જેને “વિમલ પક્ષ હજુ સુધી વિદ્યમાન છે.), ધર્મમંદિરગણિ, રામવિજયજી, લાવણ્યસુંદરઆદિ આ બધાએ ધર્મસાહિત્ય ગુજરાતી ભાષામાં મૂકી સાહિત્યધારા ઘણું વેગપૂર્વક ટકાવી રાખી છે. પ્રખ્યાત દિગંબર કવિ બનારસીદાસ ( સમયસારના રચનાર) પણ આ સમયે વિદ્યમાન હતા. તેમજ અન્ય દર્શનેમાં રામદાસ, તુકારામાદિ હતા કે જેમણે ભક્તિપ્રાધાન્ય અપૂર્વ સંગીત ગાઈ સમાજ સુધારણા અને રાષ્ટ્રસુસ્થિતિ માટે પ્રબળ પ્રયત્ન કર્યો છે, અને ગુજરાતમાં કવિ પ્રેમાનંદ, શામલ અને અખાએ પિતાની કાવ્યગિરાથી ગુજરાતને ગજાવી છે,
For Private And Personal Use Only