________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ પાસે વિનય અને વૈરાગ્યથી પિતાના મનની વાત પ્રકાશિત કરી કે હે સ્વામિન ! મારે સૂરિ પદવી લેવી નથી. મારી ઈચછા તો ક્રિયા ઉદ્ધાર કરવાની છે તો તે કરીશ ત્યારે સૂરિએ કહ્યું કે “આ ગાદી-ગચ્છગાદી તમારે શિરે છે અને તમારે વશ તમારી આજ્ઞા નીચે હૈ મુનિ પરિવાર છે.” આમ કહી તે સૂરિવર સ્વર્ગે સિધાવ્યા, અને તેમણે કહેલું કથન સંધને સુણાવતાં સત્યવિજય પંન્યાસની આજ્ઞા મુનિગણમાં પ્રવર્તે. ૩
શ્રી સત્યવિજયજીએ સંઘની સાથે પિતાને હાથે રહી વિજયભને સૂરિપદપર સ્થાપ્યા, અને ગચ્છ નિષ્ઠા રાખી ઉગ્રવિહાર કરી ક્રિયા દ્વારથી સંવેગને સત્ય ગુણ વ્યાપ્ત કર્યો. જેવી રીતે છેટેથી ધ્વજા દેખીને લોકે ચૈત્યજિનાલય હોવું જોઈએ એવું અનુમાન કરી હાથ જોડે છે–વંદના કરે છે, તેવી જ રીતે સત્યવિજય ગણિએ રંગિત–રંગેલા (પીત) વસ્ત્ર અંગિકાર કરેલાં હોવાથી તેને તેમજ તેના પરિવારના સાધુઓને તે વસ્ત્ર ઉપરથી તેઓ ખરા સંગી હોવા જોઈએ એમ અનુમાન કરી લે કે તેમને વંદના કરે છે. આ શ્રી સત્યવિજયજી એવા પ્રભાવક હતા કે તેની સમક્ષ મૂરિ (શ્રી વિજયપ્રભ સરિ), પાઠકે ઉભા રહેતા હતા–માન આપતા હતા, અને તેના પક્ષમાં-ક્રિદ્ધારના પક્ષમાં વાચક શ્રી જશ (યશેવિયજી) હતા. ૪
સિદ્ધાંત એ વાતની સાક્ષી પૂરે છે કે સંવેગી મુનિ, નિર્વેદી ગૃહસ્થ, અને સંવેગ પક્ષી (સંવેગીને અનુમોદનારા)- આ ત્રણ, શિવમાર્ગ લઈ શકનારા છે; પરંતુ (કલિયુગનું મહાન્ય કંઈ ઓર છે !) જુએ! આર્યસુહસ્તિ પોતે સૂરિ હતા છતાં, આર્ય મહાગિરિ સૂરિ ન હોવા છતાં તે ઉગ્ર ક્રિયા ધારી હોવાથી તેને વંદના કરતા હતા, અને તે ક્રમ બે ત્રણ પાટ સુધી રહ્યા પણ પછી ન રહ્યા કારણ કે કલિયુગની વિશેષતા છે. આ માટે દૃષ્ટાંત આપે છે. જેમ આખું નગર ઘેલા બનાવનારું જલ પીવાથી ગાંડું થઈ ગયું અને રાજા અને પ્રધાન કે જેઓ તે જલ પીધું ન હોવાથી ડાઘા રહ્યા હતા તેઓને પણ તે ગાંડાઓમાં ભળવું પડયું (કારણ તેમ ન કરે તો ગાંડા તેઓને ત્રાસ આપ્યા વગર ન રહે.) તેમ કલિયુગ આવતો ગયો તેમ ક્રિયા ઓછી થતી ગઈ અને ક્રિયા પ્રત્યે જોઈએ તેવું માન પણ ન રહ્યું, તેથી ક્રિયાપરાયણને ક્રિયા ન કરનારા સાથે ચલાવી લેવું પડયું.
(૪) ક્રિયાઉદ્ધારમાં શ્રી યશોવિજયજીની સહાય.
મૂળ શ્રી જિનહર્ષ રચિત શ્રી સત્યવિજયજીના રાસમાં ક્રિોદ્ધાર કરવામાં કોઈ પણ સહાયકર્તા હતું એમ દર્શાવેલ નથી, પરંતુ ઉપર જણાવેલ શ્રી વીરવિજયજી પંડિતે આપેલી પ્રશસ્તિમાં “ વાચક જશ તસ પક્ષીજી ”
For Private And Personal Use Only