________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે તે તપાસીએ, તેઓ પિતાના ધમ્મિલકુમાર રાસ તથા ચંદ્રશેખર રાસમાં પિતાની જે પ્રશસ્તિ આપે છે તેમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે–
તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિ રાયા; નામ દશે દિશ જેહનું ચાવું, ગુણીજન દે ગવાયાજી. વિજયસિંહ સૂરિ તાસ પટધર, કુમતિ મતંગજ સિંહજી; તાસ શિષ્ય સુરપદવી લાયક, લક્ષણલક્ષિત દેહે. સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સકતેજી; વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિ પદને હેતેજી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી; સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશીછ. “સૂરીપદવિ નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધાર; કહે સૂરી “આ ગાદી છે તુમશિર, તુમ વશ સહુ અણુગારજી. એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવીજી; સત્યવિજય પંન્યાસની આણું, મુનિગણમાં વરતાવીજી. સંધની સાથે તેણે નિજ હાથે, વિજ્યપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિછાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી. રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્ય ધજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. ૪ મુનિ સંવેગી ગૃહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખી; શિવ મારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી. આર્યસુહસ્તિ સૂરી જેમ વદે, આર્યમહાગિરિ દેખીજી; દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશે ખીજી. ૫ ગ્રહિલ જલાસી જનતાપાસી, ગૃપમંત્રી પણ ભલીયાજી;
અર્થ-તપગચ્છ રૂપી વનમાં કલ્પવૃક્ષની ઉપમા પામેલ શ્રી વિજયદેવસૂરિ થયા કે જેનું ચાલું (મરાઠી “ચાંગલે–સારું) સુંદર નામ દશે દિશાએ ગુણીજનના સમૂહે ગાયું છે; તેના પટ્ટધર, કુમતિ રૂપી હાથીઓમાં સિંહ જેવા વિસિંહ સુરિ થયા, અને તેના શિષ્ય, લક્ષણથી લક્ષિત-અંકિત થયેલ દેહવાળા (સત્યવિજય) સૂરિની પદવીને લાયક થયા.
દશે દિશાએથી ચતુર્વિધ સંધ આગળથી સંકેત પ્રમાણે તેને સૂરિપદ આપવા ભેગા મળે. (શ્રી સત્યવિજય) પિતાને સૂરિપદ આપવા માટે આ સંધને જુદી જુદી જાતના મહેસૂવ કરતા જોઈ અને વૈરાગ્યવાળું પિતાનું ચિત્ત સંસ્કારિત થયેલું હોવાથી શાસનમાં પ્રાયશિથિલપણું દેખી (શ્રી વિજયસિંહ)
For Private And Personal Use Only