________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે બહુજ વૃદ્ધ થઈ ગયા. અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવી રહ્યા.”
આ વાતને આ રાસમાંથી ટેકો મળે છે. જુઓ પૃ. ૧૧૪ માં જણવેલ છે કે –
ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકી રે; વિચરે ભાખંડની પરે, શુદ્ધ સંયમટ્યું દિલ છાકી રે. સહ પરિષહ આકરા, રોષે નિજ કોમલ કાયા રે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા રે, કી વિહાર મેવાડમાં, ઉદેપુર કિયે ચોમાસે રે; ધર્મ પમા લકને, કીધો તિહાં ધર્મને વાસો રે. છઠે છડેને પારણાં કીધાં, તપ જાસ ન પાર રે; કાયા કીધી દુબળી, કરી અરસ નીરસ આહારે રે. વળી અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી મહાત્મા ઘણે ભાગે મેતામાં રહ્યા હતા એવું લોકકથા પરથી જણાય છે, અને ત્યાં સત્યવિજયછએ ચોમાસું કર્યું હતું એ રાસમાં આપેલ છે. તેમજ શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, જ્ઞાનવિમલસૂરિ તથા શ્રી માનવિજય ઉપાધ્યાય આદિ સમકાલિન હતા એ નિર્વિવાદ છે.
(૨) પેતે ક્યા દેશના હતા. સંવેગી પટ્ટાવલિના આધારે સત્યવિજયજી મેદપાટ (મેવાડ) દેશના હતા અને તેની આ નિર્વાણ સાક્ષી પૂરે છે; પરંતુ યતિવર્ગની પટ્ટાવલિમાં તે ગધારના શાંતિદાસ શ્રાવક હતા એમ જે નીકળે છે તે સત્ય હેવાને સંભવ નથી.
(૩) પીતવસ્ત્રાંગિકાર. આ વખતમાં સ્થાનકવાસી (અમૂર્તિપૂજક) પંથ વિદ્યમાન થયે, અને તેના સાધુઓ પણ વેતવસ્ત્ર પહેરતા, તેથી શ્વેતાંબરીય મૂર્તિપૂજક અને તેમની વચ્ચે ભેદ જાણવાનું બરાબર રહ્યું નહિ, તેથી કેટલાક સાધુઓએ પીતવસ્ત્ર પહેરવાનું સ્વીકાર્યું. યતિની પટ્ટાવલિ જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યાં હતાં એમ જણાઈ આવે છે અને તેની સાથે વિજયપ્રભસૂરિને શ્રી સત્યવિજય ગણિએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો એમ યતિની બહત પટ્ટાવલિમાં જોવામાં આવે છે. આને નિશ્ચય આ નિર્વાણ રાસથી થતો નથી, પરંતુ શ્રી સત્યવિજયજીની શિષ્ય પરંપરામાં જ થયેલા ( જુઓ આગળ) પંડિત વીરવિજયજી આ સંબંધે કંઈ ઉલ્લેખ
For Private And Personal Use Only