________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ. ક્રિયાની ઉગ્રતાથી શરીર કૃશ થઈ ગયું હતું, ખાસી વર્ષની ઉમર હતી અને વૃદ્ધાવસ્થા પૂરી આવી હતી તેથી પોતે પાટણજ વધુ વખત છેલ્લા ભાગમાં રહ્યા. અહીં રાજનગરના શેઠ સેમકરણ શાહના પુત્ર સુરચંદશાહ પંન્યાસજીને ખાસ વાંદવા અર્થે આવ્યા હતા, અને રૂપિયાદિક નાણુવતી તેમના અંગ પૂજતા હતા. કોઈ શ્રાવકે ઉપવાસનાં વ્રત લેતા હતા, કોઈ બીજા વ્રત સ્વીકારતા હતા એમ ધર્મનો પ્રભાવ સારો દેખાતો હતો. અહીં સંવત ૧(૧૭પ૬ ના) પોષ સુદ ૧૨ શનિવારને સિદ્ધયોગે પંન્યાસજી સ્વર્ગલોક સિધાવ્યા. આથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા. ધર્મી શ્રાવકે સુગુરૂના સ્વર્ગગમન નિમિત્ત ઉત્સવ કરતા હતા અને સોના રૂપાના ફૂલ ઉછાળતા હતા. આના સ્મરણાર્થે પાટણમાં તે વખતે સ્પ્રભ–સ્થંભ કર્યો હતો.
અન્ય વિગતે.
(૧) વનવાસ. શ્રી સત્યવિજય મહારાજ સંબંધી હકીક્ત રાસમાંથી ઉપર પ્રમાણે નીકળે છે પરંતુ બીજા સ્થળોએથી જે જે વિગતે પ્રાપ્ત થાય છે તે અહીં જણાવીએ. શ્રી આત્મારામજી કૃત જૈનતજ્વાદર્શમાં પૃ. ૬-૮ માં નીચે પ્રમાણે જણાવ્યું છે –
શ્રી સત્યવિજય ગણુછ ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા; તથા મહા તપસ્યા યોગાભ્યાસ પ્રમુખ કર્યું.
૧ અહીં સં. ૧૫૬ એ આપેલ નથી, પરંતુ તે હેવું જોઇએ કારણ કે આ રાસ સ્વર્ગવાસ પછીજ પૂર્ણ થયેલો છે, અને તે સં. ૧૫૬ ના મહાશુદિ ૧૦ ને દિને પૂરે થયે છે તેથી ૧૭પ૬ નું વર્ષ જ હેવું જોઈએ. પરંતુ કરવિજયના રાસમાં સં. ૧૭૫૭ આપેલ છે (પૃ. ૧૨૩).
સત્તાવને પિસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ;
સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉલે છે. આમાં માસ પોષ મળે છે, પરંતુ સાલમાં એક વરસનો ફરક પડે છે. તો મને તે સં. ૧૭૫૬ વધારે વિશ્વાસનીય લાગે છે, કારણ કે સત્યવિજય પંન્યાસની સ્વર્ગવાસ તીથિ લખનાર શ્રી જિનહર્ષ તે જ સમયમાં વિદ્યમાન હતા, અને નિર્વાણુ રાસ તેમણે ૧૭૫૬ ના માધ માસમાં પૂરો કર્યો છે (એક માસ પછી જ.) જયારે કર્પરવિજયને રાસ તેમના શિષ્ય જિનવિજયે સં. ૧૭૭૯ માં કરેલ છે. તેથી જિનહર્ષના રાસથી નીકળતે સંવત્સર ૧૭૫૬ વધારે સત્ય છે,
સંશોધક,
For Private And Personal Use Only