________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ સત્યવિજયજી.
પૃષ્ઠ ૧૦૮-૧૧૭.
૧.
જન્મ, સાધુ ઉપદેશ.
હાલમાં માળવા દેશથી ઓળખાતા સપાદલક્ષ દેશમાં લાડલું નામનું ગામ હતું. અહીં વેપાર સારા ચાલતા હતા. ક્રૂગઢ ગાત્રના વીરચંદ નામે શેŁ વસતા હતા, અને તેની ભાર્યાનું નામ વીરમદે હતું. બંને ધર્મિષ્ટ હતા, અને તેમને શિવરાજ નામના પુત્ર થયા. ખાલપણામાં તેને ધર્મ પ્રત્યે સારી ભાવના હતી. એક દિવસ ત્યાં એક મુનિરાજ પધાર્યાં, તેના દર્શનથી પેાતાને ઉંડી છાપ પડી, અને ઉપદેશથી પ્રતિભેાધ પામ્યા. મા અને બાપને દીક્ષા માટે રજા આપવા બહુ પ્રાર્થના કરી, આખરે શિવરાજ એકનો એ થયા નહિ અને તેણે માબાપને સમજાવી રજા લીધી, પછી માબાપે કહ્યું કે ‘તુ લુકામાં ( હાલના સ્થાનકવાસી ) દીક્ષા લે તે તે પંથના આચાર્યને તેડાવી સારા દીક્ષા સમારભ કરાવું' ત્યારે શિવરાજે કહ્યું કે જે ગચ્છ સુવિહિત— સારી વિધિ પાળનાર છે અને જેમાં શુદ્ધ સામાચારી-ક્રિયા છે અને જેમાં જિનરાજની પૂજા કરી શકાય છે તે ગચ્છમાં હું સયમ લેવાના છું. આથી માબાપે તપાગચ્છમાં પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજયસિંહરિને તેડાવ્યા; પુત્રે તેમની પાસે ઉત્સવપૂર્વક દીક્ષા ૧૪ વરસની ઉમરે લીધી. નામ સત્યવિજય આપવામાં આવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ, ક્રિયાદ્ધાર.
આ પછી શાસ્ત્ર સિદ્ધાંતના અભ્યાસ ગીતાર્થમુનિ પાસેથી કરવા લાગ્યા, અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળવા લાગ્યા. આમની ક્રિયા બહુ વિખ્યાતી પામી અને ઉત્તમ વૈરાગી પુરૂષ આળખાયા. પછી તેમણે ગચ્છની પરિસ્થિતિ જોતાં જણાયું કે ક્રિયામાં શિથિલતા બહુ છે તે તેનેા ઉદ્ઘાર કરવાની જરૂર છે, તેથી ગુરૂ આચાર્ય શ્રી વિજયસિંહની રજા લઈ તેના પ્રયાણ અર્થે વિહાર કર્યાં. ‘રાસ’ માં લખે છે કેઃ—
· શ્રી આચારજ પૂછીને, કરૈ ક્રિયા ઉચ્ચાર; નિજ આતમ સાધન કરૂં, ખહુને કરૂં ઉપગાર.
For Private And Personal Use Only