________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમન થયું, ને તે ક્યારે થયું એ સંબંધમાં કઈ પણ ઉલ્લેખ નથી. રાસ સં. ૧૬૫૫ ના આશો માસની શુદિ ૫ ને દિને રચાયેલો છે એવું જણાવેલું છે.
રાસકાર-જયવિજય. જયવિજય એ ઉક્ત ચરિત્રનાયક શ્રી કલ્યાણવિજયના પિતાના શિષ્ય હતા અને તેમણે જ આ રાસ રચ્યો છે એટલે તેની વિશ્વસનીયતા પૂરવાર થાય છે.
શિષ્ય પરંપરા. શ્રી કલ્યાણવિજય વાચકના વંશજ મહા મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી હતા એમ અનુમાન કરતાં જણાય છે, અને તે આ રીતે –
હીરવિજયસૂરિ કલ્યાણુવિજય ઉપાધ્યાયલાભવિજયગણિ.
છતવિજય.
નયવિજય.
યશવિજય ઉપાધ્યાય કારણ કે શ્રી યશોવિજયજી પિતાના ૩૫૦ ગાથાના સ્તવનની પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે – હીર ગુરૂ શિષ્ય અવતંસ મટે હુએ, વાચકરાજ કલ્યાણવિજે; હમ ગુરૂ સમવડે શબ્દ અનુશાસન, શીષ તસ વિબુધવાર લાભવિ . શીષ તસ જીતવિજો જો વિબુધવર, નયવિજય વિબુધ તરસ સુગુરૂ ભાયા; રહિય કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલભાવ ભાયા.
આમાં યશોવિજ્યજી ઉપરોક્ત વંશપરંપરા આવે છે અને તેની સાથે આપણું ચરિત્રનાયકને હીરવિજ્યસૂરિના શિષ્ય સમુદાયમાં અવતંતે એટલે સુકુટ સમાન વર્ણવે છે, એટલું જ નહિ પરંતુ વાચકોમાં-ઉપાધ્યાયામાં રાજા સરીખા અને શબ્દાનુશાસનમાં વ્યાકરણ શાસ્ત્રમાં શ્રી હેમાચાર્ય સરીખા જણાવે છે. - આ સિવાય વ્યાખ્યાનકળામાં ઘણું કશળ, ઉપદેશમાળા૫ર ટીકા રચનાર કવિ રામવિજય પણ શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયની શિષ્ય પરંપરાથી થયેલ છે. જુઓ પૃ. ૨૨.
For Private And Personal Use Only