________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
હીરવિચંચુરિનો અકઅપ્રતિ બેધ. અહીં હીરવિજયસૂરિને પત્ર આવ્યો કે અકબર બાદશાહ તરફથી અમોને તેડું આવ્યું છે તે અમને મળવા કાજે જરૂર ઉતાવળથી આવજે, એટલે શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય તરતજ વિહાર કરી સાદડી જઈ શ્રી હીરવિજયસૂરિને જઈ ભેટયા, સૂરિશ્રીને આનંદ થયે, પછી કલ્યાણવિજલ યજીને કહ્યું કે “તમ ઉપાધ્યાય છે અને ગુર્જર દેશમાં રહી ધર્મને પ્રતિલાભ આપે, અને વિજયસેનને સૂરિપદે સ્થાપેલ છે તે તમે તેની આજ્ઞા શિર વહી સંપીને જેથી ગચ્છની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કર્યા કરજે” આવી રીતે શીખામણ દઈ શ્રી હીરવિજયસૂરિ અકબર પાસે આવવા એકદમ વિહાર કરી (ફત્તેહપૂર) સીક્રી આવ્યા અને અકબરને અહિંસામય જૈન ધર્મનું રહદય પૂર્ણ રીતે સમજાવ્યું. અકબરશાહ બહુ ખુશ છે અને ગુરૂને પ્રણામ કરી છ માસની અમારિઘોષણા કરાવી ગુરૂને જગદ્ગુરૂ નામનું અતિઉદાર બિરૂદ આપ્યું અને શેત્રુંજાતીર્થ આખું આપી દીધું અને તે રાજદરબારમાં તેને લેખ (ફરમાન) પણ કરી આપ્યો. આવી રીતે શ્રી અકબર બાદશાહે ગુરૂને મહાન શીખ આપ્યા પછી ગુરૂશ્રી એ વિહાર કરી નાગર નગર આ• ગમન કર્યું. ત્યાં શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ આવી પ્રણામ કર્યા. આ વખતે વિરાટ નગસ્થી ઇંદ્રરાજ નામના સંધપતિ આવી,શ્રી હીરવિજયસૂરિને ત્યાં જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવા આવવા વિનતિ કરી. ત્યારે સૂરિશ્રીએ કહ્યું કે
અમારાથી આવી શકાય તેમ નથી, પણ શ્રી કલ્યાણવિજય મહા ઉપાધ્યાય છે તેને હું પ્રતિષ્ઠા કરવા મોકલું છું આથી કલ્યાણવિજય ઉપાધ્યાય વૈરાટ નગરમાં પ્રતિષ્ઠા કરવા સિધાવ્યા.
૭,
વૈરાટ પ્રતિષ્ઠા શ્રી કલ્યાણવિજય વિરાટ નગરમાં આવ્યા ત્યારે ભારતમલના પુત્ર સંધપતિ ઇંદ્રરાજે જબરું સામૈયું કરી નગરપ્રવેશ કરાવ્યો. ત્યાર પછી દિન દિન ઉત્સવ થવા લાગ્યા. જલયાત્રા કાઢવામાં આવી અને શુભ લગ્ન શુભ દિને ઇંદ્રવિહારની સ્થાપના કરી. મૂલનાયક શ્રી વિમલનાથ જિનેશ્વર પધરાવ્યા, અને ભારમલ (પિતાના પિતા) ના નામથી ઇંદ્રરાજે પાર્શ્વજિનેન્દ્રની પ્રતિષ્ઠા તેમાં કરાવી, તેમજ અજયરાજના નામે પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવની અને યુનિસુવ્રતની બિંબપ્રતિષ્ઠા ગુરૂના પવિત્ર હસ્તથી કરાવી. પછી ઇંદ્રરાજે સંધની ભક્તિ બહુ કરી, સ્વામીવાત્સલ્ય કર્યું. અહીંથી કલ્યાણવિજય ગુરૂએ ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી ગુરૂ સંબંધી વાત આવે છે. રાસમાં સ્વર્ગ
For Private And Personal Use Only