________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર હતા. ૧ સેમદત્ત, ૨ ભીમજી. મામા સેમદત્તે પિતાના ભાણેજની દીક્ષાનો ઉત્સવ કરવા માથે લીધું અને સંવત ૧૬૧૬ ના વૈશાખ વદિ બીજને દિવસે શ્રી હીરવિજયસૂરિના હસ્તથી કુમાર ઠાકરશીએ દીક્ષા લીધી અને નામ કલ્યાણવિજય રાખવામાં આવ્યું. પછી વેદપુરાણ, તક, છંદ, ચિંતામણિ વગેરે શાસ્ત્રને અભ્યાસ કર્યો અને સંવત ૧૬૨૪ ના ફાગણ વદિ ૭ મે દિને પાટણનગરમાં વાચકપદ (ઉપાધ્યાયપદ) ગુરૂએ આપ્યું.
વિવિધ દેશ વિહાર, અનેક ભવ્ય પ્રતિબંધ. વ્યાખ્યાનકળા ઘણું સરસ હતી, અને ચરિત્ર ઉત્તમ હોવાથી શ્રેતાજનપર શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય સારી છાપ પાડી શક્યા, તેથી જ્યાં
જ્યાં વિહાર કર્યો ત્યાં ઉગ્રતપ, બિંબપ્રતિષ્ઠા આદિ સારા પ્રમાણમાં થયાં. ખંભાત, અમદાવાદમાં ઉત્તમ બોધ આપ્યો. પાટણમાં બિંબપ્રતિષ્ઠા કીધી, ત્યાંથી પૂજ્યના આદેશથી વાગડ, માલવ, (માળવા) દેશ આદિ ફર્યા અને મુંડાસે નામના ગામમાં બ્રાહ્મણે સાથે વાદ કરી છત્યા. પછી વાગડ દેશમાં સંચરી શ્રી આંતરિઆ પ્રભુને વાંધા, અને કીકા ભટુ એ દેશના સુણે શ્રી જિનપ્રાસાદ રચાવી તેમાં ગુરૂ પાસે બિંબપ્રતિષ્ઠા કરાવી. પછી વિહાર કરતા કરતા ઉજેણું નગરીમાં ગુરૂએ આવી કુમતિ! (સ્થાનકવાસી) સાથે વાદવિવાદ કરી તેમને મેળા પાડયા અને ત્યાં ચોમાસુ કર્યું. ત્યાંથી મક્ષીજીની જાત્રા કરવા સંચર્યા. ગામ ગામના સંઘ ત્યાં ભરાયા હતા. ત્યાં કુબેર જેવા ધનવાન નામે સોનપાલ રાયે સંધવાત્સલ્ય માટે બહુ વિત્ત વાપર્યું અને ગુરૂની સુવર્ણથી પૂજા કરી, ત્યાર પછી એનપાલે પિતાની અવસ્થા છેલી જાણી ગુરૂ પાસે દીક્ષા માગી, તેથી ગુરૂએ તેનું આયુબળ જોઈ ઉજેણી આવી તેને દીક્ષા આપી અને તેની સાથે અનશન આપ્યું. આ ઉત્સવ નાથુજીએ કીધે. નવ દિવસ અનશન પાળી સોનપાલ મુનિ સ્વર્ગે ગયા અને તેની માંડવી રચી અગ્નિ સંસ્કાર કર્યો. પછી સારંગપુર આદિ ક્ષેત્ર ગુરૂએ પોતાના આગમનથી પવિત્ર કરી અંડપાએલ દુર્ગની જાત્રાએ પધાર્યા. (કે જેને માંડવગઢ કહેવામાં આવે છે.) ત્યાં ગુરૂ માસું રહ્યા ત્યાંથી વડવાણ તીર્થની યાત્રા ભાઈજી, સીંધછ, ગાંધી તેજપાલ વગેરેએ કરાવી. આ તીર્થમાં બાવન ગજની મોટી પ્રતિષ્ઠિત પ્રતિમાં છે. અહીંની યાત્રા કરી ખાનદેશના શણગારરૂપ બરહાનપુર આવી ચોમાસું રહ્યા. ત્યાં ભાનુશેઠે ગુરૂનો આદેશ લઈ અંતરીક્ષ પાસપ્રભુની જાત્રા અર્થે સિંધ કાઢ, અને જાત્રા કરી સૌએ પિતાનો ભવ સફલ કર્યો. ત્યાંથી ગુરૂ દેવગિરિ ચોમાસું રહ્યા અને ત્યાંથી પૈઠણ (પ્રતિકાનપુર) આવી ત્યાં જે તીથે હતાં તેની જાત્રા કરી.
For Private And Personal Use Only