________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના વિના અન્ય બાહ્ય વસ્તુઓનું અને ઈન્દ્રનું સામ્રાજયમળે તે પણ તેના પર રાગ થતું નથી. આત્માવિના અન્ય જડવસ્તુઓમાં સુખ નથી એવો નિશ્ચય જયારે થાય છે ત્યારે મેહને ઉપશમભાવ વા પશમભાવ થયે હેય છે. આત્માવિના દેહાદિ સર્વ સામગ્રીને તે આત્માની શુદ્ધિમાં સાધન તરીકે વાપરે છે અને દેહ મનવાણી અને બાહ્યધર્મસાધનસામગ્રીઓ, અનુષ્ઠાને, અસંખ્ય ભેટવાળા હોય છે તેમાં તેવા અન્તરાત્માઓ મુંઝાતા નથી. તેઓ વિષયવાસના, શાસ્ત્રવાસના, નામરૂપ મહવાસનાવૃત્તિઓને ઉછેદી નાખે છે. આત્માના ગુણેને પ્રકાશ કરવામાં પ્રકૃતિના ત્રણ ગુણે કે જે રજસ, તમન્ અને સત્ત્વગુણરૂપ છે, તેઓને પણ તે આત્માના જ્ઞાન આનંદ શક્તિ ગુણેથી ભિન્ન જાણું તે પ્રકૃતિગુણે ના અહેવાધ્યાસને ત્યાગ કરે છે. કામાદિ વાસનાઓને જ્ઞાની, જ્ઞાન વૈરાગ્યે, ક્ષીણ કરી દે છે અને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં રમે છે અને છેવટે જ્ઞાનાવરણ, દશનાવરણ, મેહ અને અંતરાય એ ચાર ઘાતક કમેને નાશ કરી કેવલજ્ઞાની બની પરમાત્માપદને પામે છે અને અઘાતી કર્મને નાશ કરી પ્રકૃતિના ત્રણ ગુણથી રહિત જૈ શુદ્ધ બુદ્ધ સિદ્ધપદને પામે છે અને અનેક એવું જે બ્રહ્મ સ્વરૂપ, સત્તામાં હતું તેને આવિર્ભાવ કરે છે. મેહના નાશથી અન્તરાત્માઓ જે પરમાત્માઓ વીતરાગે થાય છે. આત્મા અગર અને એક છે એમ મતિથી જાણ્યું પણ તેથી મેહને ઉપશમ થાય ત્યાં સુધી સત્ય અનુભવ આવતું નથી. પ્રત્યેક શરીરમાં રહેલા આત્મા પિતાને અનુભવ પોતાના જ્ઞાનથી કરી શકે છે. મેહને નાશ કરવાથી જ આત્માને અપક્ષ અનુભવ થાય છે. મહી મનુષ્ય મહથી પરભવનું આયુષ્ય બાંધે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરક એમ ચારગતિનું આયુષ્ય ચાર પ્રકારે છે. જે ગતિનું આયુષ્ય બાંધ્યું હેય તે ગતિમાં જીવ જાય છે, ત્યાં કામણ
For Private And Personal Use Only