________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. અપેક્ષાએ એક જ આત્માને નિશ્ચલ, તથા અનિલ કહ્યો હોય છે તે પરસ્પર વિરોધ વિના સમજાવી શકાય છે, તથા સમજી શકાય છે. આત્માદિ તમાં પરસ્પર વિરોધ આવતે હેય એવી ઘણું બાબતેને સ્યાદ્વાદવડે નિકાલ થાય છે, અને અનેક દૃષ્ટિય બિંદુઓથી એક વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકાય છે. આત્મા વસ્તુત: નિશ્ચલ નિક્રિય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્ય કર્મ, શરીરરૂપકર્મ અને રાગ શ્રેષરૂપ ભાવ કર્મની ઉપાધિની અપેક્ષાએ ઉપચારથી આત્મા ચળ કહેવાય છે. આત્માની સાથે અનાદિ કાલથી કમને સંગ છે. કર્મને અંતરભાવ પુગલ દ્રવ્યમાં થાય છે. વર્ણગંધ રસ સ્પર્શ વાળા પદાર્થો સર્વે છે તેને અજીવ જડપુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માના ભેગમાં સંબંધમાં આવનાર જડદ્રવ્ય માત્ર અપેક્ષાએ પ્રકૃતિ એવા નામને ધારણ કરે છે. આત્માની સાથે સંબંધવાળાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે રજોગુણ, તમે ગુણને સત્ત્વગુણ પ્રકૃતિમાં અતંર્ભાવ પામે છે અને ત્રણ પ્રકારની પ્રકૃતિ તે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં સમાઈ જાય છે. અજ્ઞાન મિથ્યાત્વ મેહની તે અવ્યક્ત મહાન છે તેથી અથવા તેના વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, એ આઠ કર્મ રૂપ કર્મષ્ટિ પ્રગટે છે. આઠ કર્મ સહિત આત્મા તે શબલ બ્રહ્મ છે. આત્માની સાથે જ્ઞાનવરણીય કર્મના સંબંધથી જ્ઞાનનું આચ્છાદન થાય છે અને દર્શનાવરણથી આત્માને દર્શન ગુણ આચ્છાદિત થાય છે. આત્માની સાથે શાતા અને અશાતા વેદનીના સંબંધથી આત્માને શુદ્ધ આનંદ ગુણ રેકાય છે અને તેથી આત્મા પૂર્ણનન્દી છતાં પૂર્ણાનંદને ભેગવી શક્તિ નથી. પુણ્યકર્મના ઉદયથી શાતાદનીય,–બાહ્ય સુખને અનુભવ થાય છે અને આત્મા મન થકી પિતાને સુખી માને છે અને પાપકર્મના ઉદયથી જીવને અશાતા-દુઃખને અનુભવ થાય છે. શાતા અને
For Private And Personal Use Only